શિવકુંજ આશ્રમ જાળિયા મહાયાગ

શ્રી વિશ્વાનંદ માતાજીની નિશ્રામાં સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન શિવકુંજ આશ્રમ જાળિયામાં મહાયાગ યોજાશે 

વિવિધ યજ્ઞો સાથે કાર્યક્રમો યોજાશે 

જાળિયા મંગળવાર 30-07-2019

શ્રી શિવકુંજ આશ્રમ જાળિયામાં શ્રી વિશ્વાનંદ માતાજીની નિશ્રામાં સંપૂર્ણ શ્રાવણ માસ દરમિયાન દ્વિતિય મહાયાગ યોજાશે. અહીં સંતો , મહંતો, વિદ્વાનો પણ જોડાશે. 

શ્રાવણ સુદ 1 ગુરુવાર તા.1થી એકાદશ દિવસીય મહારુદ્રયાગ પ્રારંભ થશે. પુર્ણાહુતી શ્રાવણ સુદ 11 રવિવાર તા.11 સાંજે થશે.

શ્રાવણ સુદ 11।। સોમવાર તા.12થી સપ્ત દિવસીય મહાકાલ ભૈરવ યાગ પ્રારંભ થશે. પુર્ણાહુતી શ્રાવણ વદ 3 રવિવાર તા.18 સાંજે થશે. 

શ્રાવણ વદ 4 સોમવાર તા.19 એક દિવસીય દુર્ગાયાગ યોજાશે. પ્રારંભ સવારે અને પુર્ણાહુતી સાંજે થશે. 

શ્રાવણ વદ 5 મંગળવાર તા.20થી દ્વિતિય એકાદશ મહારુદ્રયાદ પ્રારંભ થશે. પુર્ણાહુતી શ્રાવણ વદ 30 અમાસ શુક્રવાર તા.30 સાંજે થશે. 

શ્રી વિશ્વાનંદ માતાજીની નિશ્રામાં આ વિવિધ યજ્ઞો સાથે રક્તદાન, દંતયજ્ઞ, નેત્રયજ્ઞ સહિત વિવિધ કાર્યક્રમો યોજાશે. 

વાસ્તુશાસ્ત્ર અને વેદ પરંપરા આધારિત આ યજ્ઞોમાં યજ્ઞશાળામાં નિર્દેશક શાસ્ત્રી શ્રી પરમેશ્વરીપ્રસાદ ત્રયંબકલાલ રહ્યા છે.  આચાર્યપદે શ્રી અનંતભાઈ ઠાકર અને ઉપાચાર્યપદે શાસ્ત્રી શ્રી તુષારભાઈ ઠાકર રહેશે. યજ્ઞ સંકલનમાં ઠાડચ ધૂણા ગાદીપતિ શ્રી રાજુગીરી ગોસ્વામી તથા શ્રી નંદલાલભાઈ જાની રહ્યા છે.

આ મહાયાગ પ્રસંગે અહીં સંતો, મહંતો, વિદ્વાનો વગેરેનો લાભ મળનાર છે. આયોજન સેવામાં આશ્રમ પરિવાર અને સમસ્ત જાળિયા ગામ દ્વારા તડામાર તૈયારીઓ થઈ છે.