ઈશ્વરિયા ગામ પાસે આગ

19th , April 2020

ઈશ્વરિયા ગામ પાસે રામધરીની વાડીઓના શેઢે આગથી નુકસાન

ઈશ્વરિયા
એક તરફ કોરોના કહેરથી સૌ ફફડી રહ્યા છે, તેવા સંજોગોમાં આજે બપોરે ઈશ્વરિયા ગામ પાસે રામધરી ગામની વાડીઓના શેઢે આગ લાગવાની ઘટના સર્જાઈ છે.
વીજળી પુરવઠાના તારથી તણખા પડ્યા કે અન્ય કોઈ કારણથી આ આગ લાગયાનું સમજાય રહ્યું છે.
એક તરફ કોરોના કહેરથી સૌ ફફડી રહ્યા છે, તેવા સંજોગોમાં આજે બપોરે આગની આ ઘટનાથી રામધરીના ખેડૂત વિપુલભાઈ ગુજરાતીના લીંબુના 65 જેટલા છોડ સળગી જવા પામ્યા છે, જેના પર લીંબુનો ફાલ રહેલો છે. જેથી લગભગ એકથી દોઢ લાખ રૂપિયાનું નુકસાન ગણાવાય રહ્યું છે. આ સાથે રસ્તાની સામે બાજુ ઈશ્વરિયાના ખેડૂત દિલીપભાઈ સોલંકીની વાડીના શેઢાને મોટું નુકસાન થવા પામ્યું છે.
રસ્તાની બંને બાજુ વાડીઓના શેઢા પરની આગથી કલાક જેટલો સમય રસ્તો બંધ થવા પામ્યો હતો.