અસ્થિર મગજના યુવાનને ભેટો

પરપ્રાંતના અસ્થિર મગજના યુવાનને પરિવારજનો સાથે ભેટો કરાવી ભાવનગરને ગૌરવ અપાવ્યું 
ભાવનગર  સોમવાર તા.09-11-2020
      આજથી ચાલીસ દિવસ પહેલા ભાવનગર ની સત્ય ઘટના અને ભાવનગર જેનું ગૌરવભેર નામ લઇ શકે તેવા જશોનાથ ચોકની આ ઘટના  છે. જશોનાથ ચોક ની અંદર શ્રીરામ દાળ પુરી વાળા શ્રી અતુલભાઇ રાઠોડને કોણ ન ઓળખે? પરપ્રાંતના અસ્થિર મગજના યુવાનને પરિવારજનો  સાથે ભેટો કરાવી ભાવનગરને ગૌરવ અપાવ્યું છે. 
     ઉદાર વ્યક્તિત્વ અને હંમેશા સત્કાર્યો માટે જેમનો હાથ લાંબો જ હોય છે એવા ભાજપ વડવાના મહામંત્રી શ્રી અતુલભાઇ રાઠોડ  લારી ચલાવી પોતાનું પેટીયું રળે છે. તેમાં તેની નજર એક 22 વર્ષના યુવાન પર પડી મેલા ઘેલા લુગડા પહેર્યા છે હાથ માં બે થેલા છે અને માનસિક રીતે અસ્થિર હોય એવું જોતા  લાગ્યું હતું અતુલભાઇ રાઠોડે આ યુવાને પાસે બોલાવ્યો અને તેમને પૂછ્યું તારું નામ શું છે? ક્યાંથી આવ્યો છો? શું કામ આવ્યું છો? અનેક પ્રશ્નો ના જવાબ માં આ યુવાને જવાબ માં  મારું નામ રામ રક્ષા ગુપ્તા છે અને હું યુપી ગોરખપુર થી દુર 100 કિલોમીટર મારુ ગામ છે ત્યાં થી આવ્યો છું ધંધા રોજગાર માટે આવ્યો છું આમ કહી થેલા મૂકી આ યુવાન ભાગી ગયો.
     આ ભાગેલા યુવાનની હવે  શોધખોળ શરૂ કરી, યુવાનના હાથમાં ન આવ્યો ઈશ્વરને કરવું છે ને એટલે અતુલભાઈ ને બુદ્ધિ ચાલી અને પેલા થેલામાં શોધખોળ શરૂ કરી તો તેમાંથી થોડાક કાગળિયા મળિયા અને અતુલભાઇ માનવતા  પૂર્વક મહેનત શરૂ કરી એમના કુટુંબ પરિવાર સુધી ફોન થી સંપર્કમાં આવતા તેમણે કહ્યું કે આ અમારો દીકરો છે અને કોઈને કીધા વગર ઘરેથી નીકળી ગયો છે માનસિક રીતે થોડો અસ્થિર છે તમે તેમને સાચવો, અમે તેમને લેવા માટે આવી એ છીએ એક બાજુ કોરોનાનો કહેર ચાલુ હતો પરિસ્થિતિ અઘરી આવી પડે અતુલભાઇ ફોનમાં જવાબ આપ્યો કે તમારો દીકરો અત્યારે મારી પાસે નથી એ ભાગી ગયો છે તેમના થેલા પડ્યા છે જો આવશે પાછો તો તમે માનજો તેને આબાદ રીતે હું સાચવી લઇશ કુદરતને પણ અતુલભાઈની કસોટી કરવી હતી અને આ દીકરો ફરીવાર સવારમાં પાછો આવે છે હવે સાચી કસોટી અતુલભાઈની શરૂ થાય છે આ છોકરાને રાખવો ક્યાં તેમના મા-બાપ ક્યારે આવશે? કોણ હશે ? હવે શું કરવું ? આમ અનેક વિચારો પછી તેમના મગજમાં ભાવનગર સર.ટી જનરલ હોસ્પિટલ આવી અને અતુલભાઇની આશાઓ મંડાણી હોસ્પિટલમાં અને આ છોકરાની તપાસ કરાવવા માટેની તજવીજ હાથ ધરી અને આખરે સર.ટી હોસ્પીટલમાં દાખલ કરાયો. 
     થોડા દિવસમાં તેમના કુટુંબીજનો આવી પહોંચે છે અતુલભાઇને મળે છે અને છોકરા પાસે હોસ્પિટલ જાય છે,  દીકરાની તબિયત અને માનસિકતા જોતા કુટુંબીજનો ભાંગી પડ્યા અતુલભાઇ ખભે હાથ મૂકી આશ્વાસન સાથે કીધું તમે તમારા દીકરાની ચિંતા ના કરતા તેને જેટલા દિવસ હોસ્પિટલમાં રાખશે તેટલા દિવસ જમવાની વ્યવસ્થા હું કરીશ અને જે કહેશે તે સેવા-સકારી કરવા હું તૈયાર છું પણ એની પૂરી સારવાર કરાવો દવા કરવો ત્યારે તેમના મા-બાપ બોલ્યા અમારું અહીં કોણ હોય ત્યારે કોળી સમાજના આ આગેવાનો જવાબ હતો કે, તમામ કાર્યકર્તા તેમની સાથે છે તમે બિલકુલ ચિંતા ન કરો જે પણ કરવું પડશે એ કરવા તૈયાર છીએ ડુંગરા જેવડા ભરોસા સાથે તેમના મા-બાપ તૈયાર થયા અને સારવાર શરૂ થઈ સર ટી હોસ્પિટલ ડોક્ટરને પણ અભિનંદન આપવા ઘટે આજે 40 દિવસ પછી આ દીકરો સંપૂર્ણપણે સાજો થયો છે 
      ફરીવાર આ દીકરાને લેવા માટે તેમના પરિવારજનો આવ્યા અને તેમને અતુલભાઇ આ સાથે દીકરા નું કાંડું તેમના હાથમાં સોંપ્યું  ત્યારે તેમના પરિવારજનોએ કીધું કે આજે ફરીવાર આ દીકરો અમારા ઘરે જન્મ્યો એવું માનીએ છીએ અમારા દીકરાને તમારી જેવો ભાઈ મળ્યો છે.
     આ ઘટનાથી આગેવાનો ગૌરવ અનુભવતા હતા. તે પરપ્રાંતના પરિવારજનો હર્ષ વ્યક્ત કરતા ભાવેણાની જનતામાં માનવતા મહેકે છે તેવા ભાવ સાથે આજે અમદાવાદથી તેમના વતન તરફ જવા રવાના થયા ત્યારે ખરા અર્થમાં અતુલભાઈ ને અભિનંદન આપતા  વડવાના નગરસેવક રાજુભાઈ રાબડીયા અને  રાજુભાઈ પંડ્યા ગૌરવ અનુભવતા હતા અને આ દીકરાને સોંપતી વખતે હાજર રહેવાનો મોકો મળ્યો સાથે પક્ષના સૌ મિત્રો પણ આનંદની લાગણી અનુભવતા હતા.