ટીંબી સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ માનવસેવા મહાયજ્ઞ યોજાશે

ટીંબી સ્થિત સ્વામી શ્રી નિર્દોષાનંદજી હોસ્પિટલ
ખાતે ગુરૂવારે યોજાશે માનવસેવા મહાયજ્ઞ
સ્વામી શ્રી ભોળાનંદ સરસ્વતીજી તથા સ્વામી શ્રી  સદાનંદ સરસ્વતીના
સાનિધ્યમાં અન્નક્ષેત્ર અને વિશ્રાંતિ ભવન ઉદ્દઘાટન સાથે આયોજન
 
ઈશ્વરિયા મંગળવાર તા.૧-૧૧-૨૦૨૨
 
સુપ્રસિદ્ધ સારવાર સેવા સંસ્થા સ્વામી શ્રી નિર્દોષદોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબી ખાતે આગામી ગુરુવારે માનવસેવા મહાયજ્ઞનું આયોજન થયું છે, જેમાં ગુરુકૃપા અન્નક્ષેત્ર અને વિશ્રાંતિ ભવનનું ઉદ્ઘાટન થશે.
 
સ્વામી શ્રી નિર્દોષાનંદ સરસ્વતીજીની પ્રેરણાથી નિર્માણ થયેલ શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ ટીંબી ખાતે ચતુર્થ સહસ્ત્રદિન માનવસેવા મહાયજ્ઞ મહોત્સવનું આગામી ગુરુવાર તા.૩ સવારે આયોજન થયું છે.
 
સ્વામી શ્રી ભોળાનંદ સરસ્વતીજી તથા સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીના સાનિધ્ય સાથે આ કાર્યક્રમમાં ગુરુકૃપા અન્નક્ષેત્ર અને વિશ્રાંતિ ભવનનું ઉદ્ઘાટન થશે.
 
આ સારવાર સેવા સંસ્થાના શુભારંભથી એટલે કે બાર વર્ષથી નિઃશુલ્ક કાર્યરત આ માનવસેવાની પ્રવૃત્તિમાં દાતાઓ કાર્યકર્તાઓનો ખૂબ સહયોગ સાંપડ્યો છે અને દુરસુદુરના દર્દીઓને સારવાર લાભ મળ્યો છે.
 
સંસ્થાના દાતા સહયોગીઓના ભાવવંદના સાથેના આ મહોત્સવમાં સ્થાનિક ઉપરાંત દેશ તથા વિદેશના શુભેચ્છકો અને દાતા મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહેનાર છે.