ભાવનગરમાં માસ્ક

બુધવાર સવારે ૬ વાગ્યાથી 
ભાવનગરમાં માસ્ક પહેરવું ફરજિયાત

નિયમનો ઉલ્લંઘન કરનારને પ્રથમ વખત રૂ.500 ત્યારબાદ રૂ.2000 દંડ

ભાવનગર 
ચારે તરફ કોરોના બિમારીના વધી રહેલા સંક્રમણ સામે રાજ્યના મહાનગરોમાં આવશ્યક પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. ભાવનગર શહેરમાં પણ  મહાનગર પાલિકા દ્વારા બુધવાર સવારથી માસ્ક પહેરવું ફરજિયાત કરેલ છે. આ અંગે મહાનગરપાલિકા આયુક્ત શ્રી ગાંધી આદેશ કરાયેલ છે. 

આ આદેશ અનુસાર ભાવનગર મહાનગરપાલિકા કાર્યક્ષેત્રમાં જાહેર સ્થળે હોય ત્યારે તમામ વ્યક્તિઓ ફરજિયાત પણે માસ્ક અથવા કવર પહેરવાના રહેશે. તેમના મોં અને નાકને રૂમાલ અથવા અન્ય છૂટક કાપડથી યોગ્ય રીતે બાંધવાના રહેશે.

ચારે તરફ કોરોના બિમારીના વધી રહેલા સંક્રમણ સામે રાજ્યના મહાનગરોમાં આવશ્યક પગલાંઓ ભરવામાં આવી રહ્યા છે. ભાવનગરમાં મહાનગરપાલિકા  આયુક્ત   શ્રી ગાંધી દ્વારા કરાયેલ આદેશ મુજબ બુધવાર સવારે 6 વાગ્યાથી માસ્ક ફરજિયાત કરાયેલ છે. આ નિયમના ઉલ્લંઘન બદલ પ્રથમ વખત રૂ.500 / -નો દંડ અને ત્યારબાદના તમામ ઉલ્લંઘનો પર રૂ. 2000 / - દંડ ફટકારવામાં આવશે. દંડ નહી ભરનાર સામે ભારતીય દંડ સંહિતાની કલમ 188 અને રોગચાળાના રોગ અધિનિયમ, 1897 ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ હુકમ 15મી એપ્રિલ, 2020 ના રોજ સવારે 06.00 વાગ્યાથી લાગુ રહેશે અને આગળના આદેશો સુધી અમલમાં રહેશે.