શ્રાવણ માસ શુભારંભે મુખ્યમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે
ભાવનગરમાં ગોપીતળાવમાં નવા નીરનાં વધામણાં
ભાવનગર શુક્રવાર તા.02-08-2019
આ વર્ષે નવા નીર આવતા પવિત્ર શ્રાવણ માસના શુભારંભે અને ગતિશીલ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ના જન્મદિવસ નિમિત્તે ગોપીતળાવમાં નીરના વધામણા કરાયા .
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી હદ વિસ્તારમાં ગોપીતળાવને ઘણા વર્ષો પછી સ્થાનિક નગરસેવકોની લાગણી અને માગણી સાથે તત્કાલીન ઉપકુલપતિ શ્રી ગીરીશભાઈ વાઘાણીના કાર્યકાલમાં તળાવની જગ્યા ખુલ્લી કરાવેલ અને હાલના ઉપકુલપતિ શ્રી મહિપતસિંહ ચાવડા અને ભાવનગર મહાનગરપાલિકા સહયોગથી તળાવના પાળા મજબૂતીકરણનું કામ થયું . આ રીતે પાણી સંગ્રહ માટે નાનકડો બંધ કરાયો અને આ વર્ષે નવા નીર આવતા પવિત્ર શ્રાવણ માસના શુભારંભે અને ગતિશીલ ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ના જન્મદિવસ નિમિત્તે આ નીરના વધામણા કરાયા .
આ નીર વધામણાં કાર્યક્રમમાં ભારતીય જનતા પક્ષ ગુજરાત પ્રદેશના પ્રવક્તા અને ભાવનગર જિલ્લાના પ્રભારીશ્રી મહેશભાઈ કસવાલ ,ભાવનગરના મેયરશ્રી મનહરસિંહ મોરી, ઉપકુલપતિ શ્રી મહિપતસિંહ ચાવડા, ભારતીય જનતા પક્ષના શહેરના પ્રમુખ શ્રી સનતભાઈ મોદી, મહામંત્રીશ્રી મહેશભાઈ રાવલ, પક્ષના નેતાશ્રી પરેશભાઈ પંડ્યા આ વિસ્તારના નગરસેવક શ્રી રાજુભાઈ રાબડીયા તથા શ્રી રાજુભાઈ પંડ્યા અને શ્રી દિલીપભાઈ ગોહિલ શ્રી રામજીભાઈ પટેલ, શ્રી ગીરીશભાઈ પાંચાણી અને સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળ સભ્યો સાથે ભારતીય જનતા પક્ષ સ્થાનિક સભ્યો દ્વારા સુંદર આયોજન કરાયું.