કોરોનાના ચેપ સામે ભાવનગર જિલ્લામાં પોલીસ કાર્યવાહી
ભાવનગર, સિહોર, સોનગઢ સહીત પૂરા પંથકમાં ઠેર ઠેર બંદોબસ્ત કામગીરી પરંતુ પ્રજા બેશરમ
ઈશ્વરિયા
કોરોનાના ચેપ સામે ભાવનગર જિલ્લા વિસ્તારમાં પોલીસ કાર્યવાહી તો શરુ છે જ. પણ આપણે ત્યાં પ્રજા બેશરમ જ રહી હોય તેવું છેલ્લા બે ત્રણ દિવસથી લાગી રહ્યું છે. આ માટે વધુ સખ્તાઇ જરૂરી બનશે.
ભાવનગર શહેર , સિહોર, સોનગઢ, સણોસરા કે પૂરા પંથકમાં ઠેરઠેર નાકાબંધી અને બંદોબસ્ત કામગીરી ચાલુ રહી છે પરંતુ આ બિમારી સામે નાગરિકો હજુ સજાગ નથી અને ગંભીરતા રાખતા નથી.
સરકાર અને આરોય તંત્ર કેટલી ચીવટ રાખી આ બીમારી ના પ્રસરે અને કોઈને સંભાવના જણાય તો તરત ખાસ નિરીક્ષણ નીચે સારવાર કરવા માટે ઐતિહાસિક સારવાર પદ્ધતિ અપનાવી રહેલ છે, છતાં એ પરિવાર કે પાડોશીને તેમજ ગામ કે શહેરને હજુ કોઈ જાતનો ભય દેખાતો નથી. આ માટે પોલીસ આકરા પગલાં ભારે તે જ બધા માટે સારું છે.
ભાવનગર વિભાગીય નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ , ભાવનગર જિલ્લા પોલીસ વડા શ્રી જયપાલસિંહ રાઠોડ અને સંબંધિત જિલ્લા નાયબ પોલીસ વડાઓના સંકલન માર્ગદર્શન સાથે જ્યાં ત્યાં ટોળા ના થાય જાહેરનામા ભંગ ના થાય તે માટે સતત દેખરેખ અને તપાસમાં રહ્યા છે.
જિલ્લાના તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રજા ઉપર નિયંત્રણ રાખવા નહિ પરંતુ સાવચેતી રાખવા પોલીસ દ્વારા કડકાઈ આચરવામાં આવી રહી છે. આ કડકાઈ થોડી વધે તો અને થોડા વધું 'પાઠ' ભણાવે ત્યારે સમજ આવે તેમ લાગે છે.