દિવાળી તહેવારોમાં પાડોશીના ઘરે દીવડા પ્રગટે તેનો ખ્યાલ રાખજો
- શ્રી વિશ્વાનંદમયી માતાજી
જાળિયા
દિવાળી અને નવા વર્ષમાં આપણે પહેલા સગા પાડોશી મુજબ તેમના ઘરે પણ દીવડા પ્રગટે તેનો ખ્યાલ રાખજો, એ ખરો ધર્મ છે. આ સંદેશો જાળિયાના શ્રી વિશ્વાનંદમયી માતાજીએ આપ્યો છે.
આપણે ત્યાં ધર્મ અને સંસ્કૃતિમાં અન્યનું કલ્યાણ કરવા માટે ખુબ મહાત્મ્ય રહેલું છે, ત્યારે આવી રહેલા દિવાળી એ દિવા પ્રગટાવવાનું પર્વ રહેલું છે. આ પર્વમાં માત્ર આપણા ઘરે જ ઉત્સવ થાય અને કોઈ પાડોશી દુઃખી હોય તો એ ધર્મ નથી. આ માટે જાળિયાના શિવકુંજ આશ્રમના શ્રી વિશ્વાનંદમયી માતાજીએ તેમના સંદેશામાં જણાવ્યું છે કે, દિવાળી અને નૂતન વર્ષના આ ઉત્સવોમાં પહેલા સગા આપણા પાડોશી છે તે મુજબ તેમના ઘરે પણ દીવડા પ્રગટે એટલે કે, તમારા ઘરે મીઠાઈ કે અન્ય વ્યંજનો બનાવ્યા હોય તે હરખ સાથે આપજો. આ વ્યવહાર જ આપનો ખરો ધર્મ છે. તેના બાળકોનો રાજીપો એ જ ભગવાનનો રાજીપો છે.