કોરોના વાયરસ પીડિતો માટે પ્રધાનમંત્રી કેયર ફંડમાં
સાંસદ શ્રી ભારતીબેન શિયાળે સાંસદ નિધિમાંથી એક કરોડ અને વેતનમાંથી એક લાખ રૂપિયા ફાળવ્યા
ભાવનગર
દેશ પર આવેલી કોરોના વાયરસની મહામારીની લડતમાં ભાવનગર લોકસભાના સાંસદ ભારતીબેન દ્વારા સાંસદ નિધિમાંથી રૂપિયા એક કરોડ અને પોતાના વેતન- ભથ્થામાંથી રૂપિયા એક લાખ પ્રધાનમંત્રી કેયર ફંડમાં ફાળવ્યા છે.
કોરોના વાયરસ પીડિતો માટે આ રકમ ફાળવતા સાંસદ શ્રી ભારતીબેન શિયાળે કહ્યું કે દુનિયામાં કોરોનાની મહામારી હોય આ મહામારી સામે લડવા લોકભાગીદારીથી કોરોના વાયરસ સામે વિજય મેળવી શકીશું. તેમજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીશ્રી હર્ષવર્ધન દ્વારા કામ થઈ રહ્યું છે તેનો આભાર વ્યક્ત કરું છું. કોરોના પીડિતોની સહાય માટે ભારતીય સ્ટેટ બેન્ક-નવી દિલ્હી શાખા'પ્રધાનમંત્રી કેયર ફંડ' નામનું ખાતું ખોલાવવામાં આવ્યું છે તેમાં સૌ ઉદારતાથી દાન કરે તેમ પણ તેઓએ અનુરોધ કર્યો છે.