નૌકાદળ દિનની ઉજવણી

8th , December 2016

ગાંધીનગર ‘નેવી હાઉસ’માં 

ભારતીય નૌકાદળ દિનની મહાનુભાવો વચ્ચે ઉજવણી

અમદાવાદ

ગુજરાત, દમણ અને દીવ નૌકાદળ વિસ્તારના ફ્લેગ ઓફિસર રિઅર એડમિરલ સંદીપ બીચાએ 4 ડિસેમ્બર, 2016ના રોજ 46મા ભારતીય નૌકાદળ દિનની ઉજવણી કરી હતી.

ગુજરાતના આદરણીય રાજ્યપાલ શ્રી ઓ પી કોહલી ઇવેન્ટમાં સામેલ થયા હતા તથા કેટલાંક સૈન્ય અને નાગરિક મહાનુભાવો અને ભારતીય નૌકાદળના અધિકારીઓની હાજરીમાં ફ્લેગ ઓફિસર સાથે પરંપરાગત કેક કટિંગ સેરેમનીમાં જોડાયા હતા.

ફ્લેગ ઓફિસરે ભારતીય નૌકાદળ દિનના મહત્ત્વ અને આપણા દરિયાકિનારાનું સંરક્ષણ કરવા ભારતીય નૌકાદળ દ્વારા રાતદિવસ ચોકપહેરો કરવાના ભગીરથ કાર્ય કરવા વિશે મહેમાનોને જાણકારી આપી હતી. મહેમાનોને ભારતીય નૌકાદળ પર ટૂંકી દસ્તાવેજી ફિલ્મ પણ દર્શાવવામાં આવી હતી.

સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના એઓસી-ઇન-સી, એવીએસએમ વીએમ એડીસી એર માર્શલ આર કે ધીર અને ગુજરાત સરકારના મુખ્ય સચિવ શ્રી જે એન સિંહ પણ આ પ્રસંગે ઉપસ્થિત હતા.