ભાવનગર રેલ મંડળ
ચક્રવાતના કારણે રેલ સેવા પ્રભાવિત
કેટલીક રેલગાડીઓ રદ્દ કરવી પડી
ભાવનગર
બે દિવસના ભારે વાવાઝોડા સંદર્ભે કરાયેલી તાકીદ અનુસંધાને ભાવનગર રેલ મંડળ દ્વારા કેટલીક રેલ ગાડીઓ રદ્દ કરવી પડી છે. ચક્રવાતના કારણે સૌરાષ્ટ્ર સાથે સંકળાયેલ રેલ સેવા પ્રભાવિત થઈ છે.
ભાવનગર રેલ મંડળ દ્વારા જણાવાયા મુજબ મીટર ગેજ તમામ ગાડી 12 અને 13 તારીખે રદ્દ કરાયેલ છે. વેરાવળ - અમરેલી 52933, વેરાવળ - દેલવાડા 52949, અમરેલી - વેરાવળ 52930, દેલવાડા - જૂનાગઢ 52951, જૂનાગઢ - દેલવાડા 52956, અમરેલી - જૂનાગઢ 52955, જૂનાગઢ - દેલવાડા - 52952, અમરેલી - વેરાવળ 52946, વેરાવળ - અમરેલી 52929 અને દેલવાડા - વેરાવળ 52950 રદ્દ થયેલ છે.
આ સાથે સોમનાથ - ઓખા 19251 તારીખ 12 રદ્દ અને ઓખા - સોમનાથ 19252 તારીખ 12 રદ્દ કરાયેલ છે.
ભાવનગર - ઓખા 59207 તારીખ 12 ફેરફાર કરી રાજકોટ સુધી જ જશે, રાજકોટથી ઓખા રદ્દ. ઓખા - ભાવનગર 59208 રાજકોટ સુધી જ જશે, રાજકોટથી ભાવનગર રદ્દ.
હાવડા પોરબંદર12906 તારીખ 11થી ફેરફાર થતા આ ગાડી અમદાવાદ સુધી જ આવતા અમદાવાદ ઓખા વચ્ચે રદ્દ કરાયેલ છે. પોરબંદર - હાવડા 12905 તારીખ 13 અમદાવાદથી ચાલશે.
જબલપુર - સોમનાથ 11464 તારીખ 12 રાજકોટ સુધી જ ચાલશે, જે તારીખ 14 ગાડી 11463 તરીકે રાજકોટથી જબલપુર જશે.
સોમનાથ - જબલપુર 11463 તારીખ 13 આંશિક રૂપથી રદ્દ કરવામાં આવેલ છે.
વેરાવળ - ઇન્દોર 19319 તારીખ 13 વેરાવળ - રાજકોટ વચ્ચે આંશિક રૂપથી રદ્દ કરાયેલ છે.
અમદાવાદ - વેરાવળ 22957 તારીખ 12 પૂર્ણતઃ રદ્દ થયેલ છે.
બાંદ્રા ટર્મિનસ - ભાવનગર 12971 તારીખ 12 ફેરફાર થયેલ છે, જે સાબરમતી સુધી ચાલશે, સાબરમતીTHI ભાવનગર રદ્દ થયેલ છે.તારીખ 13 ભાવનગર - બાંદ્રા 12971 અમદાવાદથી ચાલશે, જે ભાવનગર - અમદાવાદ વચ્ચે રદ્દ રહેશે.
ગાંધીનગર - ભાવનગર ઇન્ટરસિટી 19203 તારીખ 12 રદ્દ કરાયેલ છે.
મુંબઈ સેન્ટ્રલ - પોરબંદર 19015 તારીખ 12 ફેરફાર થતા સુરેન્દ્રનગર સુધી ચાલશે, જે પરત તારીખ 13 ગાડી 19016 તરીકે જશે.
તારીખ 11 સિકન્દરાબાદ - પોરબન્દર 19201 ગાડી ફેરફાર કરતા રાજકોટ સુધી જ જશે, રાજકોટથી પોરબંદર રદ્દ કરવામાં આવેલ છે.
આમ, ચક્રવાત 'વાયુ' સંદર્ભે તકેદારી રૂપે ભાવનગર રેલ મંડળ અંતર્ગત કેટલીક ગાડીઓ પ્રભાવિત થવા પામી છે.
છેલ્લે મળેલી સમાચાર યાદી...
ચક્રવાતની ગંભીરતા સંદર્ભે ભાવનગર રેલ મંડળ દ્વારા છેલ્લે લેવાયેલા નિર્ણય મુજબ કેટલીક રેલ સેવા સ્થગિત કે ટૂંકાવવામાં આવેલ છે.
આ આખરી યાદી પ્રમાણે તારીખ 13 વેરાવળ - ત્રિવેન્દ્રમ ગાડી 16333 રાજકોટથી ચાલશે, વેરાવળ રાજકોટ વચ્ચે રદ્દ થશે.
ગાડી 19203-19204 ગાંધીનગર - ભાવનગર - ગાંધીનગર તારીખ 12થી અન્ય આદેશ સુધી બંધ રહેશે.
તારીખ 12 ઓખા - સોમનાથ, સોમનાથ -રાજકોટ તથા ભાવનગર - ઓખા બંધ રહેશે.
તારીખ 13 રાજકોટ - સોમનાથ - રાજકોટ, રાજકોટ - પોરબંદર - રાજકોટ, પોરબંદર - સોમનાથ - પોરબંદર, વેરાવળ - રાજકોટ -વેરાવળ, પોરબંદર - રાજકોટ - પોરબંદર, પોરબંદર - ભાણવડ - પોરબંદર, પોરબંદર - કાનાલુસ - પોરબંદર , આ મુજબ નગરોને જોડતી સેવા બંધ રહેશે.
તારીખ 12 વેરાવળ - અમદાવાદ જેતલસર સુધી જશે, જેતલસર - સોમનાથ વચ્ચે રદ્દ થયેલ છે.
તારીખ 13 ગાડી 19119 - 19120 અમદાવાદ - સોમનાથ - અમદાવાદ રદ્દ રહેશે.
તારીખ 12 ગાડી 12946 મહુવા - સુરત રદ્દ થયેલ છે.
તારીખ 13 ગાડી 12905 અંદર - હાવડા અમદાવાદથી ચાલશે, જે પોરબંદર અમદાવાદ વચ્ચે રદ્દ થશે.
તારીખ 12 ગાડી 12971, જે બાંદ્રા - વડોદરા વચ્ચે ચાલશે, જયારે વડોદરા - ભાવનગર વચ્ચે રદ્દ કરેલ છે. તારીખ 13 ગાડી 12972 ભાવનગર - વડોદરા વચ્ચે રદ્દ રહેંશે જયારે આ ગાડી વડોદરાથી બાંદ્રા ટર્મિનસ સુધી જશે.
રેલતંત્ર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ અન્ય સ્થાનિક રેલ વ્યવહારમાં ફેરફાર કરાયા છે.
તારીખ 12 રાજકોટ - ઓખા, પોરબંદર - ભાણવડ, ભાણવડ - પોરબંદર અને ધ્રાંગધ્રા - ભાવનગર રદ્દ કરાયેલ છે.
તારીખ 13 વેરાવળ - રાજકોટ, ધ્રાંગધ્રા - ભાવનગર, પાલીતાણા - ભાવનગર, ભાવનગર - પાલીતાણા, ભાવનગર - બોટાદ, બોટાદ - સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર -ભાવનગર, ભાવનગર - સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર - બોટાદ, ભાવનગર - ઓખા, ઓખા - ભાવનગર, ધોળા - મહુવા, મહુવા - ધોળા, મહુવા - ભાવનગર, રાજુલા - મહુવા તથા મહુવા - રાજુલા વગેરે આવ જા કરતી રેલ સેવા રદ્દ કરવાની ફરજ પડેલ છે.