ભાવનગર ખાતે ઓલ ઇન્ડિયા સ્ટેશન માસ્ટર્સ
એસોસિએશન દ્વારા ઉપવાસ આંદોલન
ભાવનગર
રેલ પ્રશાસન દ્વારા અન્યાયકારી આદેશ સંદર્ભે ભાવનગર ખાતે ઓલ ઇન્ડિયા સ્ટેશન માસ્ટર્સ એસોસિએશન દ્વારા ઉપવાસ આંદોલન કરવામાં આવેલ.
રેલવે બોર્ડ દ્વારા, રેલવે કર્મચારીઓ કે જેઓનો બેઝિક પગાર Rs.43600/- થી વધુ હોય તેમને નાઈટ ડ્યૂટી અલૌવેન્સના આપવાનો જે નિર્ણય કરવામાં આવેલ છે તેના વિરોધમાં ઓલ ઇન્ડિયા સ્ટેશન માસ્ટર્સ એસોશ્યશનની કેન્દ્રીય કાર્યકારીણી ના આદેશાનુસાર તારીખ 21.01.2021ના દેશની દરેક રેલવે ડિવિઝન ઓફિસ સામે સૂર્યોદય થી સૂર્યાસ્ત સુધી ઉપવાસ આંદોલન કરવામાં આવેલ.
ભાવનગર ડિવિઝન ઑફિસ સામે ભાવનગર ડિવિઝનના લગભગ 50થી વધુ સ્ટેશન માસ્ટર્સ ઉપસ્થિત રહી અને ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ આંદોલનમાં ભાગ લીધો હતો.
રેલ પ્રશાસન દ્વારા આ અન્યાયકારી આદેશ પાછો ખેંચવામાં નહિ આવે તો એસોસિએશન દ્વારા આંદોલન વધુ ઉગ્ર કરવામાં આવશે, તેમ પશ્ચિમ વિભાગના જનરલ સેક્રેટરી અપૂર્વ જાની દ્વારા વિગત અપાઈ હતી.