વિકાસ કોનો, કોણે અને કેવી
રીતે કરવાનો? - શ્રી હેમંતભાઈ શાહ
- લોકભારતી સણોસરા ખાતે 'દર્શક' વ્યાખ્યાનમાળા
- પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
ઈશ્વરિયા, બુધવાર તા. 29-8-2018
શ્રી મનુભાઈ પંચોળી 'દર્શક' વ્યાખ્યાનમાળામાં જાણીતા અર્થશાસ્ત્રી પ્રાધ્યાપક શ્રી હેમંતભાઈ શાહે કહ્યું કે વિકાસ કોનો, કોણે અને કેવી રીતે કરવાનો? તેમણે વિકાસની પરિભાષા સ્પષ્ટતા રજુ કરી. લોકભારતી સણોસરા ખાતે પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું.
લોકભારતી ગ્રામવિદ્યાપીઠ સણોસરા ખાતે આજે શ્રી મનુભાઈ પંચોળી 'દર્શક' વ્યાખ્યાનમાળાના સોળમા મણકાના વ્યાખ્યાનમાં જાણીતા અર્થશાસ્ત્રી પ્રાધ્યાપક શ્રી હેમંતભાઈ શાહે 'દેશના વિકાસની દશા અને દિશા' વિષય પર કહ્યું કે વિકાસ કોનો કરવાનો? વિકાસ કોણે કરવાનો? વિકાસ કેવી રીતે કરવાનો? તેમણે વિકાસની પરિભાષા સ્પષ્ટતા રજુ કરી. તેઓએ ગાંધીજીના મતે વધુમાં વધુ લોકોનું વધુમાં વધુ ભલું થાય તે લોકશાહી, પરંતુ આવું તો થતું નથી. ગણ્યા-ગાંઠ્યા લોકો સંપત્તિ વાળા થતા જાય તેને વિકાસ ગણી રહ્યા છીએ, તે સામે રોષ વ્યક્ત કર્યો. ચૂંટાયેલા પ્રતિનિધિઓ વિકાસ પરિયોજનાઓ માટે મતદારોને પૂછે છે ખરા? ઉદ્યોગપતિઓને સહાય શા માટે? ગરીબોને જરૂર છે. આવા કેટલાયે પાસા રજુ કર્યા હતા.
પ્રારંભે લોકભારતીના વડા શ્રી અરુણભાઈ દવેએ આવકાર અને કાર્યક્રમની ભૂમિકાની વાત કરતા અહીં વ્યક્તિનું નહિ, મૂલ્યનું સન્માન થઈ રહ્યાનું જણાવ્યું.
અહીં લોકભારતીના પૂર્વ વિદ્યાર્થીઓ શ્રી ગજરાબેન ચૌધરી ( સમાજસેવા ), શ્રી રવિન્દ્રભાઈ અંધારિયા ( શિક્ષણ - સાહિત્ય ), શ્રી વિનોદભાઈ મકવાણા ( શિક્ષણ - ગ્રામવિકાસ ) તથા શ્રી વિનોદભાઈ કેવરિયા ( સાહિત્ય - પ્રચાર )નું સન્માન કરાયું હતું.
શ્રી રામચંદ્રભાઈ પંચોળીના હસ્તે ચાદર અર્પણ કરી અને આભાર વિધી કરતા તેઓએ
સંમાનીતો પ્રત્યે પુરુષાર્થને ઉગાડયાની લાગણી વ્યક્ત કરી હતી.
સંચાલનમાં શ્રી હસમુખભાઈ દેવમૂરારી રહ્યા હતા. ઉદઘોષણા શ્રી દિગંતભાઈ મહેતાએ કરી હતી. સંગીતવૃંદ ગીતગાન રજુ કરવામાં આવેલ.