સનાતન ધર્મની જાળવણી એ સંતો, વિદ્વાનો અને સમાજની સહિયારી જવાબદારી
દાનેવ આશ્રમ સણોસરામાં પરમ ધર્મસંસદ ગુજરાત પ્રદેશ સંમેલન યોજાયું
સણોસરા
શ્રી દાનેવ આશ્રમ સણોસરામાં પરમ ધર્મસંસદ 1008 ગુજરાત પ્રદેશ સંમેલનમાં વક્તાઓએ એક સુર રૂપે સંદેશો આપ્યો કે,સનાતન ધર્મની જાળવણી એ સંતો, વિદ્વાનો અને સમાજની સહિયારી જવાબદારી છે. અહીંયા શ્રી નિરૂબાપુનું મહાનુભાવો દ્વારા અભિવાદન કરાયું હતું.
જગદગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીજી મહારાજના આશિષ સાથે રવિવાર તા.14ના દિવસે પરમ ધર્મસંસદ 1008 પ્રસંગે રાજ્યના ધર્મસાંસદોની ઉપસ્થિતિ સાથે અહીં ગુજરાત પ્રદેશ સંમેલન યોજાયું હતું, જેમાં ધર્મ સેવા સંદર્ભે શ્રી નિરૂબાપુનું મહાનુભાવો દ્વારા અભિવાદન સન્માન કરાયું હતું. અહીંયા વક્તાઓએ એક સુર રૂપે સંદેશો આપ્યો કે,સનાતન ધર્મની જાળવણી એ સંતો, વિદ્વાનો અને સમાજની સહિયારી જવાબદારી છે.
શ્રી દાનેવ આશ્રમના મહંત શ્રી નિરૂબાપુ ગુરુ શ્રી વલકુબાપુએ પોતાના સંબોધનમાં અત્રિ ઋષિ અને અનસૂયાના વારસાના ઉલ્લેખ સાથે બધું સમાજની ચેતના માટે કરી રહ્યાનું જણાવી સૌ પ્રેમ ભક્તિથી અહીંયા ખેંચાઈ આવ્યાનો રાજીપો વ્યક્ત કર્યો.
પરમ ધર્મસંસદના વડા શ્રી કિશોરભાઈ શાસ્ત્રીએ કહ્યું કે વિશ્વમાં ધર્મ એક જ છે, એ છે સનાતન ધર્મ એ સિવાય બાકીના બધા પંથો છે. તેઓએ પરમ ધર્મસંસદ રચના અને તેની ભૂમિકાનો સુંદર ચિતાર રજૂ કર્યો હતો.
વક્તા શ્રી કનૈયાલાલજી મહારાજે કહ્યું કે ધર્મનો કદી નાશ ન થાય, પરંતુ સંતો અને શાસ્ત્રો અપમાનથી તેને હાનિ થતી હોય છે. તેઓએ જેને તેને ગુરુ તરીકે ન માનવા ટકોર કરી.
આ પ્રસંગે શ્રી વિક્રમગીરી મહારાજનાના સંચાલન સાથે આ સંમેલનમાં શ્રી ઉદયગિરિ મહારાજ, શ્રી ગાર્ગીબેન પંડિત, શ્રી ભક્તિગીરી માતાજી તથા શ્રી નિજાનંદગિરિજી મહારાજ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધનો કરાયા હતા અને શ્રી નિરૂબાપુના આ ધર્મ સંસ્કૃતિના રક્ષણ માટેના આયોજનને .બિરદાવાયુ હતું. આભાર વિધિ શ્રી વિશ્વાનંદમાતાજીએ કરેલ. સંકલનમાં શ્રી પ્રવિણદાસ મહારાજ અને સેવકો રહેલ.
દાનેવ આશ્રમ સણોસરામાં આ પરમ ધર્મસંસદ સંમેલનમાં ધાર્મિક મહાનુભાવો સાથે કાર્યકરો અને ભાવિક શ્રોતાઓની ઉપસ્થતિ રહી હતી.