ભજન ઉપર બોલી ન શકાય
ભજન એટલે પ્રેમ - શ્રી મોરારિબાપુ
ચિત્રકુટધામ - તલગાજરડા ખાતે 'ભજન વિચાર'
સંગોષ્ઠિ અને સંતવાણી સન્માન, સંતવાણી કાર્યક્રમ
ઈશ્વરિયા સોમવાર તા.26-11-2018
ચિત્રકુયધામ - તલગાજરડા ખાતે 'ભજન વિચાર' સંગોષ્ઠિ અને સંતવાણી સન્માન પ્રસંગે શ્રી મોરારિબાપુએ કહ્યું કે, 'ભજન ઉપર બોલી ન શકાય, ભજન એટલે પ્રેમ. અહીં રાત્રે સંતવાણી કાર્યક્રમ યોજાયો હતો.
ગુજરાતના પ્રાચીન ભજન સાહિત્ય - સંતવાણીના ગાયકો અને વાદકો કે જેમણે આ પવિત્ર સઁસ્કાર સરવાણીને વહેતી રાખવામાં પોતાની આજીવન ઉપાસના દ્વારા સેવા આપી છે તેવા વિદ્યમાન કલાકારોને સંતવાણી સાન્ત્વની સન્માન કાર્યક્રમમાં રવિવારે શ્રી મોરારિબાપુના હસ્તે 'સંતવાણી પાદક'થી વન્દના થઈ, જેમાં સનતવાણીના આદિ સર્જક તરીકે શ્રી પ્રીતમદાસજીના પ્રતિનિધિ શ્રી હિતુલકુમાર પટેલ, ભજનિક શ્રી લક્ષ્મણ બારોટ, તબલાવાદક શ્રી નરેન્દ્ર મહેતા, બેન્જો વાદક શ્રી ખંડેરાવ જાદવ અને મંજીરા માટે શ્રી દલપતરામ દેશાણીનો સમાવેશ થાય છે.
સંતવાણી સન્માન પ્રસંગે શ્રી મોરારિબાપુએ કહ્યું કે, ભજન ઉપર બોલી ન શકાય, ભજન એટલે પ્રેમ. ભજન એ આકાશરૂપી પરમ તત્વ છે અને ત્રણેય લોકમાં વ્યાપ્ત છે. તેઓએ ભજન રચનાઓ ઉપર સંશોધનો અને ચર્ચાઓ કરવા આગ્રહ વ્યક્ત કર્યો.
'ભજન વિચાર' સંગોષ્ઠિમાં શ્રી હર્ષદ ત્રિવેદીના પ્રભાવી સંયોજન સાથે ભજન સ્વરૂપ વિચાર - બંસરી, મોરલી... રૂપકાત્મક ભજનો વિષે શ્રી સુરેશ જોશી, સંતવાણીના સર્જક - સંતકવિ શ્રી પ્રીતમદાસ વિષે શ્રી પ્રશાંત પટેલ અને ગુજરાતી સંત સાહિત્યની પૃષ્ઠ ભૂમિકા ઈ.સ. 1901થી 2000 વિષે શ્રી રમેશ મહેતા દ્વારા અભ્યાસપૂર્ણ ઉદ્બોધનો થયા હતા.
પ્રારંભિક સંચાલન - સંકલનમાં શ્રી હરિશ્ચંદ્ર જોશી રહ્યા હતા. અહીં રાત્રે સુપ્રસિદ્ધ ભજનિકો દ્વારા 'સંતવાણી' રજૂ થયેલ. કાર્યક્રમમાં શ્રી ભદ્રાયુભાઈ વચ્છરાજાણી, શ્રી નિરંજનભાઈ રાજ્યગુરુ, શ્રી દલપતભાઈ પઢિયાર, શ્રી ભિખુદાન ગઢવી સહિત મોટી સંખ્યામાં વિદ્વાનો, રસિકો જોડાયા હતા.