વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામીચૂંટણી વારાણસીથી નહિ રાજકોટથી લડશે?
વાતાવરણ અનુમાન થઈ રહ્યું છે, પણ સત્તાવાર વિગતો માટે રાહ જોવી પડશે...
ઈશ્વરિયા શનિવાર તા.5-1-2019
આવી રહેલી 2019 લોકસભા માટે અત્યારે અંદરથી ખુબ હલચલ ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આગામી ચૂંટણી વારાણસીથી નહિ પરંતુ રાજકોટથી લડશે? આવી વાત ચાલી છે. અત્યારે આ વાતાવરણ અનુમાન થઈ રહ્યું છે, પણ સત્તાવાર વિગતો માટે રાહ જોવી પડશે... કારણ કે કેટલાક પાસા તો છેલ્લે રમાતા હોય છે.
ચાલુ લોકસભામાં ભારતીય જનતા પક્ષ અને સાથી પક્ષો સાથે જે જમાવટ થઈ હતી તે હવે મળવાના અણસાર શંકાશીલ છે, જેથી બીજા પક્ષો કરતા ભાજપ માટે વધુ પ્રતિષ્ઠાનો જંગ બને છે. આ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મોદી પોતાની સંસદીય બેઠક ચાલુ રાખશે કે અન્યોના અન્ય રાજકીય સમીકરણો નડવાની સંભવિત ભીતિના કારણે ફેરફાર કરશે..? આ પ્રશ્ન રહે છે.
એક અહેવાલ અનુમાન મુજબ શ્રી મોદી રાજકોટ ઉપર ઓળઘોળ રહ્યાનું છેલ્લા વર્ષોના વિકાસ કામો પરથી લાગે છે. રાજકોટમાં ગયા વર્ષે ગાંધી સંગ્રહાલયની ભેટ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વિમાન મથક સુવિધા તથા આ સપ્તાહે જ અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIMS) જાહેર થયેલ છે.
આમ જોઈએ તો આ વિકાસકામ માત્ર રાજકોટમાં જ થયા છે તેવું નથી, અમદાવાદ, વડોદરા, સુરત કે અન્ય શહેરોને માટે પણ ઘણા કામ અને ઘણી યોજનાઓ સાકાર થવામાં છે. સૌરાષ્ટ્ર માટે જળવિતરણ 'સૌની યોજના' પણ મહત્વની છે. એટલે માત્ર રાજકોટમાં આ કામો ઉમેદવારી કે ચૂંટણી લક્ષી સમજવું ઉતાવળ ભર્યું ગણી શકાય.
બીજી વાત લઈએ તો શ્રી નરેન્દ્ર મોદી રાજકોટ માટે કહી શકે તેમ છે કે, 'મારે રાજકોટ સાથે જૂનો નાં તો છે ..!' એ એટલા માટે કે 2002 વર્ષમાં સૌ પ્રથમ વાર રાજકોટ પશ્ચિમ બેઠક પરથી ધારાસભ્ય બની સરકારમાં ગયા હતા.
હાલમાં આવી રહેલી 2019 લોકસભા માટે અત્યારે અંદરથી ખુબ હલચલ ચાલી રહી છે ત્યારે સત્તાવાર વિગતો માટે રાહ જોવી પડશે... કારણ કે કેટલાક પાસા તો છેલ્લે રમાતા હોય છે. તો વળી શ્રી મોદી માટે હજુ વારાણસી જ બેઠક રહી શકે છે તેમજ ઓરિસ્સામાં પુરી બેઠક પર પણ નામ ચલાવાય છે. એટલે પચ્ચિમ, ઉત્તર અને દક્ષિણ પુરા ભારત માટે શ્રી મોદી ઉમેદવારી કરી શકે છે એમ વજન ઉભું કરાતું હોય તેમ પણ રાજકીય ચાલ, અનુમાન અને ગણતરી અત્યારે સંભળાય રહેલ છે. શ્રી નરેન્દ્ર મોદી આગામી ચૂંટણી વારાણસીથી નહિ પરંતુ રાજકોટથી લડશે? આવી વાત ચાલી છે. પણ સત્તાવાર વિગતો માટે રાહ જોવી પડશે... હજુ ઘણા દાવ પેચ ગોઠવવાના હશે..!