સણોસરા લોકભારતી વાર્ષિકોત્સવ વ્યાખ્યાનમાળા
સણોસરા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ વાર્ષિકોત્સવ અને
શ્રી નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે
સંતવાણી મર્મજ્ઞ શ્રી નિરંજનભાઈ રાજ્યગુરુ
'સંતવાણી અને જીવનમૂલ્યો' પર વ્યાખ્યાન આપશે
ઈશ્વરિયા બુધવાર તા.૨૨-૧૨-૨૦૨૧
સણોસરા લોકભારતી ગ્રામવિદ્યાપીઠ ખાતે શુક્રવાર તા.૩૧ના વાર્ષિકોત્સવ અને શ્રી નાનાભાઈ ભટ્ટ વ્યાખ્યાનમાળા યોજાશે, જેમાં સંતવાણી મર્મજ્ઞ શ્રી નિરંજનભાઈ રાજ્યગુરુ વ્યાખ્યાન આપશે.
સણોસરા લોકભારતી ગ્રામવિદ્યાપીઠનો વાર્ષિકોત્સવ માગશર વદ બારશ શુક્રવાર તા.૩૧ના યોજાનાર છે. આ સાથે અહીંયા શ્રી નાનાભાઈ ભટ્ટ સ્મારક વ્યાખ્યાનમાળાનું વ્યાખ્યાન 'સંતવાણી અને જીવનમૂલ્યો' વિષય પર સંતવાણી મર્મજ્ઞ શ્રી નિરંજનભાઈ રાજ્યગુરુ આપશે.
કોરોના બિમારી સાવધાની અને આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા અનુસાર આ વ્યાખ્યાનનો લાભ રસિક શ્રોતાઓ (યુ ટ્યૂબ) પ્રસારણ દ્વારા માણી શકશે, તેમ જણાવાયું છે.
સંસ્થાના વડા શ્રી રઘુવીરભાઈ ચૌધરી તથા શ્રી અરુણભાઈ દવે અને નિયામક શ્રી હસમુખભાઈ દેવમુરારિના સંકલન સાથે સમગ્ર આયોજન થયું છે. કાર્યકર્તાઓ અને વિદ્યાર્થીઓ દ્વારા તૈયારીઓ થઈ રહી છે.