શ્રી નેહલ ગઢવી વક્તવ્ય

ભાવનગરના સમાજસેવિ ઉદ્દઘોષક 
શ્રી નેહલ ગઢવી શનિવારે રાજકોટમાં 
સમયના પ્રબંધન વિષે વક્તવ્ય આપશે 

ઈશ્વરિયા સોમવાર તા.03-06-2019  

     ભાવનગરના જાણિતા સમાજસેવિ કાર્યકર્તા અને ઉદ્દઘોષક શ્રી નેહલ ગઢવી આગામી શનિવારે રાજકોટમાં સમયના પ્રબંધન વિષે વક્તવ્ય આપનાર છે.

     'અકિલા ઇન્ડિયા ઈવેન્ટ્સ - ગુજરાત્રી' અંતર્ગત રાજકોટમાં વિવિધ વક્તાઓના વક્તવ્યોના આયોજનો થયા છે, જેમાં આગામી શનિવારે રાત્રે હેમુભાઈ ગઢવી ઓડિટોરિયમ ખાતે  'લાઈફ મંત્ર' કાર્યક્રમમાં 'સમયનું પ્રબંધન' વિષે ભાવનગરના જાણિતા સમાજસેવિ કાર્યકર્યા અને ઉદ્દઘોષક  તેમજ ચર્ચા - કાર્યક્રમ સંચાલિકા શ્રી નેહલ ગઢવી વક્તવ્ય આપનાર છે. 

     ઉલ્લેખનીય છે કે શનિવાર તા.8ના રાત્રે 'લાઈફ મંત્ર' કાર્યક્રમમાં જે વક્તવ્યો યોજાયા છે, તેમાં કથાકાર શ્રી રમેશભાઈ ઓઝા (ભાઈ શ્રી) 'સ્વનું મેનેજમેન્ટ', હાસ્યકાર કેળવણીકાર શ્રી સાઈરામ દવે'સંબંધોનું મેનેજમેન્ટ' અને કાર્યકર્તા વક્તા શ્રી નેહલબેન ગઢવી 'સમયનું મેનેજમેન્ટ' વિષય પર વક્તવ્ય આપશે.