રાષ્ટ્રીય યુવા યોજના અંતર્ગત
દીવ ખાતે રાષ્ટ્રીય એકતા શિબિર
પ્રારંભ સદભાવના યાત્રા યોજાઈ
દીવ બુધવાર તા. ૧૫ - ૧૧ - ૨૦૧9
રાષ્ટ્રીય યુવા યોજના અંતર્ગત દીવ ખાતે રાષ્ટ્રીય એકતા શિબિર પ્રારંભ થયેલ છે. અહીં દેશભરના યુવા કાર્યકર્તાઓ દ્વારા સદભાવના યાત્રા યોજાઈ હતી.
દીવ ખાતે બુધવાર તા. ૧૫થી સોમવાર તા. ૨૦ સુધી રાષ્ટ્રીય એકતા શિબિર યોજાઈ છે. આજે દીવ સમાહર્તા શ્રી હેમંતકુમારના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે આ શિબિર શુભારંભ થયો.
સંસ્થાના સંસ્થાપક શ્રી સુબ્બારાવજીની પ્રેરણા સાથે યોજાયેલ આ શિબિરમાં દેશભરમાંથી યુવા કાર્યકર્તાઓ જોડાયા છે.
શિબિર પ્રારંભે સંસ્થાના અગ્રણી શ્રી હરિભાઈ વિશ્વાસ દ્વારા પ્રાસંગિક હેતુ રજુ થયેલ. કાર્યકર્તા શ્રી કમલેશ રાયના સંચાલન સાથે ગુજરાતના સંયોજક શ્રી ભરતભાઈ કામાળિયાએ સૌને આવકાર્યા હતા.
દીવ ખાતે અહીં દેશભરના યુવા કાર્યકર્તાઓ દ્વારા સદભાવના યાત્રા યોજાઈ હતી.
રાષ્ટ્રીય યુવા યોજનાના કાર્યકર્તા શ્રી નીરજભાઈ કાસ્યકાર તથા સાથીઓ સંકલનમાં રહ્યા છે. પ્રારંભના કાર્યક્રમની આભારવિઘી કાર્યકર્તા શ્રી મૂકેશકુમાર પંડિતે કરી હતી.
શિબિર દરમિયાન વિવિધ સામાજિક અને સાંસ્કૃતિક આયોજનોને સામેલ કરાયા છે.