ખંભાળિયા-લીંબડી ધોરીમાર્ગ પર
દેશની બીજી તથા ગુજરાતની પ્રથમ તાકીદની ઉતરાણ પટ્ટીબનશે. - કેન્દ્રિય મંત્રી શ્રી મનસુખ માંડવિયા
દ્વારિકા નજીક દત્રાણા - જવાનપર ગામ વચ્ચે રૂ. ૮૩.૬૬ કરોડના ખર્ચે કામ ચાલુ : દેશમાં જુદી-જુદી દસ જગ્યા પર તાકીદની ઉતરાણ સુવિધા ઉભી કરાશે .
અમદાવાદ
માલસામાન તથા જીવન જરૂરી ચીજવસ્તુના પરિવહન તથા સૈન્ય સંચાલન માટે સડક અને રેલ માર્ગો મુખ્ય આધાર છે. પરંતુ કુદરતી આફતો તથા તાકીદનાં પ્રસંગે સડક અને રેલમાર્ગ ખોરવાઈ જાય છે, ત્યારે માત્ર હવાઈમાર્ગ આખરી વિકલ્પ હોઈ છે. પૂર, ભૂકંપ જેવા પ્રસંગે જયારે તાકીદે સહાય પહોંચાડવી હોઈ તો હવાઈસેવા જ વિકલ્પ હોઈ છે. પરંતુ તાકીદની ઉતરાણ સુવિધાના અભાવે આ સેવાની અસરકારકતા ઘટી જાય છે. આ માટે ભારત સરકારે દેશના વિવિધ રાષ્ટ્રીય ધોરીમાર્ગ તાકીદની ઉતરાણ સુવિધા ઉભી કરવા માટે કાર્યવાહી હાથ ધરેલ છે. ગુજરાતમાં ખંભાળિયા-લીંબડી ધોરીમાર્ગ પર દ્વારકા જીલ્લામાં ‘જવાનપર-દત્રાણા ગામ’ વચ્ચે ૫ કી.મી. લંબાઈની તાકીદની ઉતરાણ પટ્ટી બનાવવાનું કામ ચાલુ કરેલ છે. જેનો અંદાજીત ખર્ચ રૂપિયા ૮૩.૬૬ કરોડ છે. આ દેશની બીજી તથા ગુજરાતની પ્રથમ તાકીદની હવાઈ ઉતરાણ પટ્ટી બનશે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ વિગતો આપી છે.
આ તાકીદની ઉતરાણ વ્યવસ્થા વિકસાવવા ભારત સરકારના માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, રક્ષા મંત્રાલય અને ભારતીય વાયુસેનાનુ એક મંત્રાલયી સંકલન જુથ બનાવવામાં આવેલ તેમજ સ્થળની પસંદગી અને જરૂરીયાત નક્કી કરવા ભારતીય વાયુસેના અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ દ્વારા સંયુક્ત નિરક્ષણ ગોઠવી સ્થળ નક્કી કરવામાં આવેલ છે. શરૂઆતના તબક્કે જુદા-જુદા ૨૯ માર્ગોની પસંદગી કરી તેના પર તાકીદની ઉતરાણ સુવિધા નિર્માણ કરવા અંગે શંક્યતાદર્શી અભ્યાસ હાથ ધરવામાં આવેલ. શંક્યતાદર્શી અભ્યાસના આધારે ૧૩ માર્ગો પર તાકીદની ઉતરાણ સુવિધા નિર્માણ શક્ય જણાયું. આ ૧૩ પૈકી ૨ માર્ગો જુદી જુદી રાજ્ય સરકારો હસ્તકના છે, જયારે બાકીના ૧૧ સ્થળો રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રાધિકરણ હસ્તકના છે.
કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આપેલ વધુ વિગતો મુજબ આ તાકીદની ઉતરાણ પટ્ટીતથા જરૂરી સુવિધાઓ માટે આદર્શ નકશા બનાવવામાં આવેલ છે. અનુસાર તેમા ચાર હવાઈયાન રાખવા સ્થાન , એક હવાઈ યાતાયાત નિયંતત્ર કક્ષ, ઉતરાણ પટ્ટીનાં બંને છેડે ફાટક બનાવાશે. આ ઉપરાંત ઉતરાણ પટ્ટીની બાજુ પર વીજળીના થાંભલા, વૃક્ષો, વિગેરે દૂર કરવામાં આવશે. ૫ થી ૬ કી.મી. લંબાઈની આ ઉતરાણ પટ્ટીમાં રસ્તો ભાગમા નહિ. ૬૦ મીટર પહોળા બંને બાજુ મળીને ૩૩ મીટર જેટલો સિમેન્ટ કોંક્રીટ રસ્તો રહેશે.
ગુજરાતમાં ખંભાળિયા-લીંબડી ધોરીમાર્ગ પર દ્વારકા જીલ્લામાં ‘જવાનપર-દત્રાણા ગામ’ વચ્ચે ૫ કી.મી. લંબાઈની તાકીદની ઉતરાણ પટ્ટી બનાવવાનું કામ ચાલુ કરેલ છે. જેનો અંદાજીત ખર્ચ રૂપિયા ૮૩.૬૬ કરોડ છે. આ દેશની બીજી તથા ગુજરાતની પ્રથમ તાકીદની હવાઈ ઉતરાણ પટ્ટી બનશે.
દેશમાં જે ૧૧ જગ્યા પર નેશનલ હાઈવે ઓથોરીટી દ્વારા જે તાકીદની ઉતરાણ પટ્ટીબનાવવાની છે તેની યાદી નીચે મુજબ છે.
રાજ્ય |
તાકીદની હવાઈ ઉતરાણ પટ્ટી |
ગુજરાત |
૧ |
રાજસ્થાન |
૨ |
પશ્ચિમ બંગાળ |
૧ |
આંધ્રપ્રદેશ |
૨ |
તામિલનાડુ |
૨ |
જમ્મુ અને કશ્મીર |
૨ |
ઓડીસા |
૧ |
કુલ |
૧૧ |