શà«àª°à«€ મોરારિબાપૠદà«àªµàª¾àª°àª¾ તà«àª²àª¸à«€ જનà«àª®à«‹àª¤à«àª¸àªµ
ચિત્રકુટધામ તલગાજરડા તથા કૈલાસ ગુરુકુળ મહુવા ખાતે
શ્રી મોરારિબાપુ દ્વારા તુલસી જન્મોત્સવ :
વાલ્મીકિ, વ્યાસ તથા તુલસી પદક અર્પણ સમારોહ
તુલસી સાહિત્ય સંગોષ્ઠિ યોજાશે
ઇશ્વરિયા
ચિત્રકુટધામ - તલગાજરડા તથા કૈલાસ ગુરુકુળ - મહુવા ખાતે શ્રી મોરારિબાપુ દ્વારા તુલસી જન્મોત્સવ મનાવવામાં આવશે. આ સાથે વાલ્મીકિ, વ્યાસ તથા તુલસી પદક અર્પણ સમારોહ અને તુલસી સાહિત્ય સંગોષ્ઠિ યોજાશે.
મંગળવાર તા. 14 ઑગષ્ટથી શુક્રવાર તા. 17 ઓગસ્ટ દરમિયાન પ્રતિવર્ષની જેમ સંત તુલસીદાસજીના જન્મદિન પ્રસંગે શ્રી મોરારિબાપુ દ્વારા પદક અર્પણ સન્માન તથા તુલસી સાહિત્ય સંગોષ્ઠિના આયોજન મુજબ મંગળવાર તા. 14 સાંજે 4 થી 7 કલાકે શંકરાચાર્ય સંવાદગૃહ ખાતે સંગોષ્ઠિ યોજાશે. બુધવાર તા. 14 સવારે 9-30 થી બપોરે 12 -30 કલાકે તથા સાંજે 4 થી 7 કલાકે સંગોષ્ઠિ યોજાશે. ગુરુવાર તા. 16 સવારે 9 -30 થી બપોર 12 - 30 કલાક તથા સાંજે 4 થી 7 કલાકે પુરસ્કૃત વિદ્વાનો દ્વારા સંગોષ્ઠિ થશે જયારે શુક્રવાર તા. 17 સવારે ચિત્રકૂટધામ - તલગાજરડા ખાતે સવારે 9- 30 થી બપોર 12 કલાક દરમિયાન વિવિધ પદક સન્માન અર્પણ સમારોહ આયોજન રહેશે.
વિવિધ પદક સન્માનમાં શ્રીમન માધવગૌડેશ્વર વૈષ્ણવાચાર્ય, શ્રી પુંડરિક ગૌસ્વામી મહારાજ - ( વૃંદાવન )ને વાલ્મીકિ પદક, શ્રી રમેશભાઈ ઓઝા ' ભાઈજી' ( પોરબંદર)ને વ્યાસ પદક, જગદ્ગુરુ અનંત શ્રી વિભૂષિત શંકરાચાર્ય, સ્વામી શ્રી દિવ્યનાનંદ તીર્થજી મહારાજ ( શંકરાચાર્ય મઠ - ભાનપુરા, મધ્યપ્રદેશ )ને તુલસી પદક, સ્વામીશ્રી વણાનંદ સરસ્વતીજી મહારાજ ( વૃંદાવન)ને તુલસી પદક તથા શ્રીમતી જ્ઞાનવતી અવસ્થી ( રેવા, મધ્યપ્રદેશ)ને તુલસી પદક અર્પણ થશે.
આ પ્રસંગે વિશેષરૂપથી તુલસી સાહિત્ય વિચાર પર સંગોષ્ઠિઓ આયોજિત કરવામાં આવી છે. ઉત્તર હિન્દુસ્તાનથી નિમંત્રિત માંનસ કથા પ્રવક્તા - પ્રવચનકાર વિવિધ પાસાઓ ઉપર પોતાના વિચારો પ્રસ્તુત કરશે.