નેપાળના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ શ્રીના હસ્તે
ઈશ્વરિયાના કાર્યકર્તા - પૂર્વ સરપંચ
શ્રી મૂકેશ પંડિતને 'કર્મ શ્રી પદક' એનાયત
ભાવનગર સોમવાર તા.10-09-200
ઈશ્વરિયાના કાર્યકર્તા અને પૂર્વ સરપંચ શ્રી મૂકેશ પંડિતને નવી દિલ્હી ખાતે નેપાળના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ શ્રી પરમાનંદ ઝાના હસ્તે ' કર્મ શ્રી પદક' એનાયત કરાયેલ છે.
આંતર રાષ્ટ્રીય સમરસતા મંચ અને રાષ્ટ્રીય સમતા મંચના સંયુક્ત આયોજનથી ભાવનગર જિલ્લાના ઇશ્વરિયા ગામના કાર્યકર - પત્રકાર અને પૂર્વ સરપંચ શ્રી મૂકેશકુમાર પંડિતને તેમના કર્મ સ્થાન ના વિકાસ અને સેવા કાર્યોના અવલોકન પરથી કર્મ શ્રી પદક માટે પસંદ કરવામાં આવેલ.
નેપાળના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ શ્રી ન્યાયમૂર્તિ શ્રી પરમાનંદ ઝા દ્વારા મુખ્ય અતિથિ સ્થાને ઉદબોધન કરતા ભારત નેપાળના રાજદ્વારી અને જન સ્તરીય સબંધો અંગે વાત કરી હતી. તેઓના હસ્તે શ્રી મૂકેશકુમાર પંડિતને ' કર્મ શ્રી પદક' એનાયત કરાયેલ છે. આ સાથે ચંદ્રક, સન્માન પત્ર, ચાદર તથા સાફો પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં નેપાળ સરકારના પશુપતિનાથ વિકાસ વિભાગના અધ્યક્ષ શ્રી પ્રદીપજી સાલેમ, કાઠમન્ડુ નેપાળના પૂર્વ રાષ્ટ્ર દૂત શ્રી શ્યામાનંદ સુમન, સંશ્થાના શ્રી મહાવીરપ્રસાદ હોડી વગેરેએ પ્રાસંગિક ઉદબોધનો દ્વારા સન્માનિતોને બિરદાવેલ.
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મ દિવસ પર બુધવાર તા. 5 સપ્ટેમ્બરે નવી દિલ્હી, કૃષ્ણનમેનન ભવન ખાતે આ સન્માન સાથે મહાનુભાવો સાથે સૌ પ્રીતિ ભોજન માં જોડાયેલ,