સૌરાષ્ટ્ર દરિયાકિનારે આવેલા ચક્રવાતથી અસર ભાવનગર રેલ મંડળ ક્ષેત્રમાં રહી છે, આથી તકેદારી રૂપે કેટલીયે ગાડી સંચાલન ફેરફાર તેમજ રદ્દ કરવી પડેલ છે. રેલ તંત્ર આ આફત સામે સજ્જ રહ્યું છે.
ચક્રવાત 'વાયુ' સામે સૌથી વધુ અસર ભાવનગર રેલ મંડળને રહેવા પામી છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલા આ વાવાઝોડા સામે રેલ તંત્ર પોતાની બચાવ કામગીરી માટે સચેત રહ્યું અને અધિકારીઓ કર્મચારીઓ દ્વારા ખાસ બચાવ તકેદારી સેવા શરુ કરવામાં આવી હતી.
રેલ મંડળ દ્વારા જણાવાયા મુજબ અગાઉ તારીખ 12 રદ્દ કરાયેલ ગાડીઓ ઉપરાંત વધુ કેટલીક ગાડીઓ તારીખ 13 માટે પણ રદ્દ કરેલ છે, જેમાં સોમનાથ - અમદાવાદ, ઓખા - સોમનાથ, સોમનાથ - ઓખા, ભાવનગર - ધ્રાંગધ્રા, અમદાવાદ - વેરાવળ, રાજકોટ - સોમનાથ તથા બોટાદ - ભાવનગર સામેલ છે. આ સાથે તારીખ 13 પોરબંદર - કોચૂવેલી જામનગરથી જશે, જયારે જામનગર પોરબંદર વચ્ચે રદ્દ કરાયેલ છે.