રશિયા તા.12 ઓગષ્ટે વેકિસન રજીસ્ટ્રેશન કરાવશે
વિશ્વમાં કોરોના સંક્રમણના વધતા ખોફ વચ્ચે રાહતના સમાચાર
વિશ્વની પ્રથમ વેકિસન તૈયાર - 1600 લોકો પર આખરી પરીક્ષણ બાદ સપ્ટેમ્બરમાં રસીકરણ માટે ઉપલબ્ધ
મોસ્કો
વિશ્વમાં કોરોના વેકસીનના નિર્માણમાં હવે દૌટ આખરી તબકકામાં છે અને રશિયા તેમાં સૌથી આગળ નીકળી જાય તેવા સંકેત છે. રશિયા વિશ્વની પ્રથમ કોરોના વેકસીન તા.12 ઓગષ્ટના રોજ રજીસ્ટ્રેશન કરાવવા જઈ રહ્યું છે જે વિશ્વની પ્રથમ માન્ય રસી ગણી શકાશે.
મોસ્કોની ગેમાલીયા ઈન્સ્ટીટયુટ અને રશિયન ડાયરેકટર ઈન્વેસ્ટમેન્ટ ફંડ દ્વારા આ વેકસીનનું નિર્માણ થયુ છે અને તેની નોંધણી થયા બાદ તે સાત દિવસમાં જ નાગરિકોના રસીકરણ માટે ઉપયોગમાં લઈ શકાશે. જો કે તે વધુ 1600 લોકો પર પ્રયોગ થશે અને સપ્ટેમ્બર માસમાં ઉત્પાદન પણ શરુ કરી શકશે.
અગાઉ આવેલા અહેવાલ મુજબ રશિયામાં ગત એપ્રીલ માસમાં જ વેકસીનના પ્રયોગ થયા હતા અને પ્રમુખ પુટીન સહીત અનેકે કોરોના વેકસીન લઈ લીધી હતી. વિશ્વમાં 100 લેબમાં વેકસીનની શોધ થઈ રહી છે.
બીજી તરફ બ્રિટને અગાઉ 6 કરોડ વેકસીન ડોઝના કરાર કર્યા હતા અને વધુ 6 કરોડ ડોઝ માટે નવા કરાર કર્યા છે. બ્રિટને જો કંપની સાનોફી અને ગ્લેકસો સ્મીથ કલીને સાથે આ વધુ ડોઝના કરાર કર્યા છે. ગ્લેકમા સ્મિથ કેલીને બ્રિટનની અને સાનોફીએ ફ્રાન્સની કંપની છે. આ બન્ને કંપનીઓ વિશ્વમાં વેકસીનના મોટા ઉત્પાદનની સુવિધા ધરાવે છે. બ્રિટને અગાઉ ફાઈઝર બાયોએન્ટેક અને કલનોના સાથે 6 કરોડ ડોઝના કરાર કર્યા જ છે.
ઉલ્લેખનીય છે કે, રશિયાએ અત્યાર સુધી રસીના ટ્રાયલના કોઈ ડેટા જાહેર નથી કર્યા. અને તેના અધૂરા માનવ પરિક્ષણ અંગે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. કેટલાક દેશોમાં રસી ટ્રાયલ ત્રીજા તબક્કામાં છે, જ્યારે રશિયન રસીને બીજા તબક્કામાંથી પસાર થવાનું બાકી છે. જોકે રશિયાના ડેવલોપરે 3 ઓગસ્ટ સુધીમાં આ તબક્કાને પૂર્ણ કરવાની યોજના બનાવી છે. ત્યાર બાદ ત્રીજા તબક્કાનું પરીક્ષણ શરૂ કરવામાં આવશે.
રશિયાએ આટલી ઝડપથી રસીની તૈયારી કરતા સવાલો ઉઠ્યા છે જેના જવાબમાં રશિયન વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે, રસી જલદી તૈયાર કરવામાં આવી છે, કારણ કે તે પહેલાથી જ આ પ્રકારની અન્ય બીમારીઓ સામે લડવામાં સક્ષમ છે.
રશિયાના રક્ષા મંત્રાલયનું કહેવુ છે કે, રશિયન સૈનિકોએ હ્યૂમન ટ્રાયલમાં વોલન્ટિયર તરીકે કામ કર્યુ છે. પરિયોજનાના નિર્દેશન એલેક્ઝેન્ડર ગિન્સબર્ગે પોતે આ રસી લીધી હતી. વૈશ્વિક મહામારી અને રશિયામાં વધતા કોરોના સંકટના કારણે દવાને મંજૂરી આપવાની દિશામાં ઝડપથી કામ થઈ રહ્યું છે.
( અહેવાલ સાભાર - સાંજ સમાચાર )