બગદાણા બજરંગદાસ બાપા પુણ્યતિથિ મહોત્સવની ઉજવણી બંધ
કુંઢેલી
સુપ્રસિદ્ધ તીર્થ સ્થળ બગદાણા (તા. મહુવા) ખાતે સંત પૂ. બજરંગદાસ બાપાની 44 મી પુણ્યતિથિ મહોત્સવની ઉજવણી covid-19 ના કારણે ઉજવણી બંધ રાખેલ છે.
આગામી તા. 1 સોમવારના પુણ્યતિથિ કાર્યક્રમો ધજા પૂજન, ગુરુપૂજન દર્શનનો લાભ ઘર બેઠા ઓનલાઇન સવારના 8 થી 10 કલાક દરમિયાન સૌ ભાવિક ભક્તજનોએ લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ગત ગુરુપૂર્ણિમા મહોત્સવ (તા. 5- 7- 2020) ની સંપૂર્ણ ઉજવણી પણ covid 19 ની પરિસ્થિતિને કારણે ઓનલાઇન ઉજવણી કરવામાં આવી હતી. આ વર્ષે તા. 1 સોમવાર પોષ વદ ચોથ પુણ્યતિથિ મહોત્સવ ઉજવણીનું જીવંત પ્રસારણ થનાર છે. જે લક્ષ્ય ચેનલ તેમજ ગુરૂ આશ્રમ ની ઓફિસિયલ youtube ચેનલ, facebook, instagram ના માધ્યમથી થનાર છે. સૌ ભક્તજનોએ ઓનલાઈન દર્શનનો લાભ લેવા બજરંગદાસજી સીતારામ સનાતન સંસ્થા બગદાણા દ્વારા જણાવાયુ છે.