રેલવે વિવિધ મુદ્દાઓ ચર્ચા

પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર અને રાજકોટ મંડળના અધિકારક્ષેત્ર હેઠળના સંસદસભ્ય સદસ્યો સાથે
રેલવે મુસાફરોની સુવિધાઓ અને સેવાઓ સુધારણા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા

ભાવનગર   

         પશ્ચિમ રેલવે દ્વારા ભાવનગર અને રાજકોટ મંડળના અધિકારક્ષેત્ર હેઠળના સંસદસભ્ય સદસ્યો સાથે મુસાફરોની સુવિધાઓ અને સેવાઓ સુધારણા સંબંધિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે 17 ડિસેમ્બર 2020 ના રોજ વર્ચુઅલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

         આ બેઠકમાં પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર શ્રી આલોક કંસલે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સાંસદો સાથે ચર્ચા કરી હતી. ભાવનગર મંડળ રેલવે મેનેજર શ્રી પ્રતીક ગોસ્વામી, રાજકોટ મંડળ રેલવે મેનેજર શ્રી પરમેશ્વર ફૂંકવાલ અને પશ્ચિમ રેલ્વેના વરિષ્ઠ અધિકારીઓ પણ આ બેઠકમાં સામેલ થયા હતા. 

     ભાવનગર મંડળના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર શ્રી ટેલરના જણાવ્યા મુજબ ભાવનગર અને રાજકોટ મંડલ અધિકારક્ષેત્રોના કુલ 7 સાંસદોએ આ વર્ચ્યુઅલ મીટીંગમાં ભાગ લીધો હતો, જેમાં સાંસદ શ્રીમતી પૂનમબેન માડમ, શ્રીમતી ભારતીબેન શિયાલ, શ્રી મહેન્દ્રભાઈ મુંજપરા, શ્રી મોહનભાઈ કુંડારિયા, શ્રી વિનોદ ચાવડા, શ્રી નારણભાઈ કાછડિયા તથા શ્રી રાજેશભાઇ ચુડાસમા સામેલ હતા. મીટિંગ દરમિયાન, રેલવેની વિવિધ મહત્વપૂર્ણ મુસાફર સેવાઓ અને માળખાગત પ્રોજેક્ટને લગતા વિવિધ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.

        જનરલ મેનેજર શ્રી કંસલે હાલમાં ચાલી રહેલા વિવિધ મહત્વના પ્રોજેક્ટ્સ વિશે માહિતગાર કર્યા હતા અને જણાવ્યું હતું કે પશ્ચિમ રેલવે તેના અધિકારક્ષેત્ર હેઠળ વિવિધ મુસાફરોની સુવિધા પૂરી પાડવામાં હંમેશા તત્પર રહી છે. સાંસદોએ પણ તેમની માંગણીઓ રાખી અને આ વિભાગોમાં ચાલી રહેલા પ્રોજેક્ટની સકારાત્મક પ્રગતિથી સંતોષ વ્યક્ત કર્યો.