ભાવનગર રેલ્વે પ્રદર્શન

8 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી 2021 સુધી
ભાવનગર રેલ્વે મ્યુઝિયમ ખાતે નિ: શુલ્ક પ્રદર્શન
ઉદ્યોગ સાહસિકો માટે માર્ગદર્શન મળશે

ભાવનગર

ભાવનગરમાં રેલવે મ્યુઝિયમ ખાતે  8 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી 2021 સુધી
નિ: શુલ્ક પ્રદર્શન યોજાનાર છે. આ પ્રદર્શન દરમિયાન ઉદ્યોગ સાહસિકો માટે માર્ગદર્શન મળશે.

આ પ્રદર્શન 8 જાન્યુઆરી 2021 શુક્રવારે સવારે 11.00 વાગ્યે પ્રારંભ કરવામાં આવશે. ભાવનગર પરાના મંડલ રેલવે મેનેજર ઓફિસની સામે આવેલા રેલવે મ્યુઝિયમમાં આ પ્રદર્શન યોજાશે, જે સોમવારથી શનિવારે સવારે 11.00 થી સાંજના 5.00 વાગ્યા સુધી રહેશે. આ પ્રદર્શન આગામી 2 અઠવાડિયા 8 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી 2021 સુધી ચાલશે. 

આ પ્રદર્શનમાં આરડીએસઓ અને સીએલડબ્લ્યુના મહત્વપૂર્ણ સાધનોને સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને બાંધકામ માટે વિગતવાર ડેમો આપીને જણાવવામાં આવશે. સ્થાનિક ઉદ્યમીઓ માટે આરડીએસઓ-લખનઉ અને સીએલડબ્લ્યુ-વારાણસીના મહત્વપૂર્ણ અને વિશેષ ઉપકરણો બનાવવા રેલવે દ્વારા વિશેષ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત, આરડીએસઓ અને સીએલડબ્લ્યુ દ્વારા બનાવવામાં આવેલા ખાસ ઉપકરણો જેવા કે બ્રેક સિલિન્ડર, ક્લચ સ્પ્રિંગ, બ્રેક પેડ્સ, બ્રેક ડિસ્ક, કંટ્રોલ સળિયા, સ્ક્રુ કપ્લિંગ્સ, વગેરે જેનો ઉપયોગ એન્જિન, કોચ અને વેગનમાં થાય છે, જેમને સ્થાનિક ઉદ્યોગ સાહસિકો દ્વારા બનાવવામા આવે એવા હેતુથી મંડલ રેલવે મેનેજર, ભાવનગર શ્રી પ્રતીક ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ એક પ્રદર્શન યોજવાનું નક્કી કરાયું છે.

આ પ્રદર્શનનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક સ્તરે રેલવેને ઉત્પાદનો પ્રદાન કરવાના પ્રયત્નો કરવાનો છે અને વિવિધ રેલવે ઉપકરણોના ઉત્પાદનમાં વધુને વધુ સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને સામેલ કરવાનો છે. જેથી ટૂંકા સમયમાં રેલવેને ગુણવત્તાયુક્ત ઉપકરણો સરળતાથી મળી શકે. સ્થાનિક ઉદ્યોગ સાહસિકોને વિનંતી છે કે તેઓ ત્યાં ઉપલબ્ધ ઉપકરણોના ડેમો અને ગુણવત્તાને સમજવા અને રેલવે સાધનોના સ્થાનિક ઉત્પાદન માટે ભાગીદાર બનવા માટે વધુમાં વધુ સંખ્યામાં પ્રદર્શનમાં ભાગ લે તેમ અનુરોધ કરાયો છે.