ભાજપના પ્રદેશ પ્રવકતા વરણી

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રવકતા

તરીકે શ્રી રાજુભાઈ ધ્રુવની વરણી

રાજકોટ 

    ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ તેમજ ભાજપના સૌરાષ્ટ્ર વિભાગના મીડિયા સંયોજક અને વિભાગીય પ્રવકતા તરીકે જવાબદારી વહન કરતા ભાજપના પાયાના કર્મઠ કાર્યકર્તા શ્રી રાજુભાઈ ધ્રુવની ગુજરાત ભાજપના પ્રદેશ પ્રવકતા તરીકેવરણી કરવામાં આવી છે.

      નાનપણથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સ્વયંસેવક  અને પછી ભાજપના કાર્યકર રાજુભાઈ ધ્રુવ સરકાર કે ભાજપના રાષ્ટ્રીય કે પ્રદેશ ભાજપના સંગઠનના વિધારો કે સફળતા અને પ્રજાભિમુખ વાત લોકો સુધી પહોચાડવા માટે નિસ્વાર્થભાવથી  સતત કાર્યરત રહયા  છે. છેલ્લાં બે દસકામાં તેઓએ સંગઠન અને રાજય સ્તરના કેટલાક બોર્ડ-નિગમમાં પણ પ્રશંસનિય કામગીરી બજાવી છે.

ગુજરાત સરકારના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ઉપાધ્યક્ષ શ્રી રાજુભાઈ ધ્રુવ  સ્વભાવિક રીતે સક્રિય છે. નરેન્દ્ર ભાઈ મોદીની રાજકોટ ૨૦૦૨ પેટાચૂંટણી, વિજયભાઈ રૂપાણીની પેટાચૂંટણીમાં મીડિયા ક્ષેત્રે તેમજ હાલની વિધાનસભા ચૂટણીમાં પણ પાર્ટી પ્રચાર પ્રસાર ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.

    ભાજપના મૂકસેવક અને  મક્કમ સિધ્ધાંતનિષ્ઠ કાર્યકર્તા તરીકે એમનો પરિચય સ્થાનિક અને પ્રદેશ કક્ષાના નેતાઓને છે. ૧૯૯૭માં ભારતીય જનતા પાર્ટીએ રાજુભાઈને સૌરાષ્ટ્ર-કચ્છના પ્રવકતા તરીકેની જવાબદારી સોપી હતી. ત્યારથી લઈ આજ સુધી સ્થાનિક અખબારોથી લઇ આંતરરાષ્ટ્રીય સ્તર વિવીધભાષી  પ્રસાર માધ્યમો વચ્ચેનો મજબુત સેતુ બની રહ્યા છે.

     માત્ર રાજકીય કાર્યક્રમોની વાત નથી. આરએસએસ ના સ્વયંસેવક તરીકે મોરબી મચ્છુ ડેમ-૧  પુર હોનારત, ૨૦૦૧નો સૌરાષ્ટ્ર કચ્છમાં આવેલો ધરતીકંપ, કે ૧૯૯૭-૯૮ ની અતિવૃષ્ટિ-વાવાઝોડું કે ૧૯૯૮-૯૯નો દુષ્કાળ હોય.  આવા સમયે પણ પ્રજા અને પક્ષની વચ્ચેની કડી બની કામગીરી કરતાં રહ્યા છે.

    પૂર્વ મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ, શ્રી નરેન્દ્ર્ભાઇ મોદી, શ્રીમતી આનંદીબેન પટેલ,  હાલના મુખ્યમંત્રી  શ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે એમની નિષ્ઠાપૂર્વકની કામગીરીને સરાહી છે. 

   ૧૯૯૫- ૯૬મા ગુજરાતમાં જયારે રાજકીય ક્ષેત્રે પ્રવાહી સ્થિતિ સર્જાઈ ત્યારે રાજકોટ શહેર ભાજપના કોષાધ્યક્ષ તરીકેની જવાબદારી પણ સોપાઈ હતી.   ગુજરાત રાજય પ્રવાસન નિગમના ડીરેકટર તરીકે પણ ૧૯૯૮ થી ૨૦૦૨ સુધી નોંધપાત્ર કામ કર્યું છે.  ગુજરાત નાનામોટા દરેક યાત્રાધામોની  મુલાકાત અનેકવાર રાજુભાઈએ લઈ ૩ વર્ષમાં આશરે દોઢ લાખ કિલોમીટર જેટલો વ્યાપક પ્રવાસ કરી રાજયના નાનામોટા તમામ તીર્થોનો સાર્થક પ્રવાસ કર્યો છે. દરેક તીર્થસ્થાનને  પોતાની શું જરૂર છે, યાત્રાળુ માટે શું સવલત વધારવી જોઈએ? માળખાકીય સુવિધા કેટલી વધુ જોઈએ? વગેરેનો અભ્યાસ કરીને યાત્રાળુ, પ્રજાજનો ,પુજારી કે ટ્રસ્ટીઓ અથવા સરકારના વહીવટકર્તાઓને મળીને આ તમામ પ્રશ્નો પર એમણે ઊંડાણપૂર્વક કામ કર્યું છે. યાત્રાધામોમાં સુંદર વ્યવસ્થા થાય એ માટે તન-મન-ધનથી પ્રયત્નશીલ છે.

   ગુજરાત ભાજપના પ્રદેશ પ્રવકતા તરીકે રાજુભાઈ ધ્રુવની વરણી થતા અગ્રણીઓએ તેમજ વિવિધ શ્રેણીના  કાર્યકર્તાઓએ અભિનંદન પાઠવ્યા છે.