દિવાળી નૂતનવર્ષ તહેવારો દરમિયાન દ્વારકા શ્રી દ્વારકાધીશજી મંદિર દર્શનનો સમય
દ્વારકા સોમવાર તા.09-11-2020
દિવાળી નૂતનવર્ષ તહેવારો દરમિયાન દ્વારકા શ્રી દ્વારકાધીશજી મંદિર ખાતે શ્રીજીના દર્શનનો સમય અને વિવિધ પૂજા અંગે વિગતો આપવામાં આવી છે.
આ અંગે સર્વે ભક્તોએ કોરોનાના સંક્રમણને અટકાવવાના હેતુસર સોશ્યલ ડીસ્ટન્સ જાળવી, માસ્ક પહેરી તથા ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાના પાલન સાથે દર્શનનો લાભ લેવાભક્તોને દ્વારકાધીશ મંદિરના વહીવટદાર તથા દ્વારકાના પ્રાંત અધિકારીની યાદીમાં જણાવાયું છે.
શુક્રવાર તા. 13 ના રોજ ધનતેરશના દિને શ્રીજીના દર્શનનો કાર્યક્રમ નિત્યક્રમ મુજબ, શનિવાર તા.14 ના રોજ રૂપચૌદશ અને દિપાવલી મંગલા આરતી સવારે સાડા પાંચ વાગ્યે, શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ, અનોસર (મંદિર બંધ) બપોરે એક વાગ્યે થશે. ઉત્થાપન દર્શન સાંજે પાંચ વાગ્યે, તથા રાત્રે આઠ થી સાડા આઠ સુધી હાટડી દર્શન, અનોસર (મંદિર બંધ) રાત્રે પોણા દસ વાગ્યે.
રવિવાર તા. 15 ના રોજ નુતનવર્ષ નિમિતે અન્નકુટ ઉત્સવ મંગલા આરતી સવારે છ વાગ્યે, શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ, અનોસર (મંદિર બંધ) બપોરે એક વાગ્યે થશે. સાંજે પાંચ વાગ્યે અન્નકુટ દર્શન, તથા રાત્રે પોણા દસ વાગ્યે અનોસર (મંદિર બંધ) થશે. ભાઈ બીજ નિમિતે સોમવારે સવારે સાત વાગ્યે મંગળા આરતી, શ્રીજીના દર્શન નિત્યક્રમ મુજબ, અનોસર (મંદિર બંધ) બપોરે એક વાગ્યે થશે.
તસવીર સાભાર - ગુજરાત પ્રવાસન નિગમ