હાર્દિક પટેલે જણાવ્યું
કૉંગ્રેસ સંવૈધાનિક કેવી રીતે પાટીદારોને
અનામત આપશે? વલણ સ્પષ્ટ કરે
અમદાવાદ
પાટીદાર અનામત મામલે વલણ સ્પષ્ટ કરે નહીં તો રાહુલ ગાંધીની સભામાં સુરતવાળી થશે, કૉંગ્રેસ સંવૈધાનિક કેવી રીતે પાટીદારોને અનામત આપશે? વલણ સ્પષ્ટ કરે તેમ હાર્દિક પટેલે જણાવ્યું હતું
રાહુલ સાથે હાર્દિક પટેલની તાજેતરમાં જ હોટલ તાજમાં મુલાકાત થઈ હતી. તેના સીસીટીવી ફૂટેજને પણ વાયરલ કરવામાં આવ્યા બાદ જો કૉંગ્રેસ અનામતના મામલે કોંગ્રેસ ટેકો આપે તો અમે તેની સાથે જોડાવાનું પસંદ કરીશું એવી કહ્યા બાદ શનિવારે હાર્દિક પટેલે ટ્વિટ કરીને કૉંગ્રેસને જણાવ્યું હતું હતું કે, ૩જી નવેમ્બર સુધી કૉંગ્રેસ પાટીદારોને સંવૈધાનિક રીતે કેવી રીતે અનામત આપશે? આ મામલે પોતાનું મામલે વલણ સ્પષ્ટ કરે. નહીં તો અમિત શાહ સાથે સુરતમાં થયું હતું તેમ થશે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાહુલ ગાંધીની સંભવત: ત્રીજી નવેમ્બરે સુરતમાં સભા યોજાવાની છે.
હાર્દિકે કરેલી ટ્વીટ બાદ પાસના ક્ધવીનર દિનેશ બાંભણિયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ અમાનતને લઈને ૩જી તારીખ સુધી પોતાનુંવલણ સ્પષ્ટ કરી દે, જો કૉંગ્રેસ વલણ સ્પષ્ટ નહીં કરે તો પાસ દ્વારા કૉંગ્રેસના કાર્યક્રમોનો વિરોધ યથાવત રહેશે, અમે કોઇપણ રાજકીય પાર્ટીના હાથા બનવા માંગતા નથી.