મહિલા સભ્યોને રાજસત્તા વાસ્તવિક સ્થિતિ નબળી
ગુજરાતની વિધાનસભામાં માત્ર ૯ ટકા મહિલા ધારાસભ્યો છે,
જે વધુ હોવી જોઈએ.
નવી દિલ્હી તા. ૩૧ :
મહિલા સભ્યોને રાજસત્તામાં લાવવા પ્રયત્નો થાય છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ નબળી રહી છે. ગુજરાતની વિધાનસભામાં માત્ર ૯ ટકા મહિલા ધારાસભ્યો વિધાનસભામાં મહિલા ધારાસભ્યોની સંખ્યા ઓછી રહી છે, જે વધુ હોવી જોઈએ.
વર્ષ ૨૦૧૪માં જયારે ગુજરાતનું સુકાન રાજયના પહેલા મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હાથમાં હતુ ત્યારે સરકારે ગુજરાત સ્થાનિક સત્તા ધારામાં ફેરફાર કરીને શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં સત્તા સ્થાને સ્ત્રીઓ માટે ૫૦ ટકા અનામતની જાહેરાત કરી હતી. આ નિર્ણયને કારણે અનેક મહાનગરપાલિકા, નગરપાલિકા, , જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને ગામડાની હજારો ગ્રામપંચાયતને અસર પડી હતી. જો કે વિધાનસભાની વાત કરીએ તો સ્ત્રી ધારાસભ્યોની સંખ્યા કયારેય ૧૬થી વધી નથી, જે કુલ સંખ્યાના ૯ ટકાથી પણ ઓછી છે. વિધાનસભામાં માત્ર ત્રણ વાર વર્ષ ૨૦૧૨, ૨૦૧૭ અને ૧૯૮૫માં ૧૬ ધારાસભ્યો જોવા મળ્યો છે. આ સંખ્યા લોકસભા અને અન્ય રાજયોની વિધાનસભામાં ૩૩ ટકા મહિલા અનામતની સરખામણીએ ઘણી ઓછી છે. ગુજરાતની વિધાનસભામાં માત્ર ૯ ટકા મહિલા ધારાસભ્યો વિધાનસભામાં મહિલા ધારાસભ્યોની સંખ્યા ઓછી રહી છે, જે વધુ હોવી જોઈએ.
અમદાવાદના સમાજશાસ્ત્રી ગૌરાંગ જાનીએ જણાવ્યું કે આ માટે સમાજનો દૃષ્ટિકોણ જવાબદાર છે. તેઓ જણાવે છે, 'રાજકારણ છોડો, કોઈ જ્ઞાતિ સમિતિમાં પણ સ્ત્રીઓ જોવા નથી મળતી. ગ્રામ્ય વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ છે. ત્યાં માત્ર જાતિ જોઈને જ વ્યકિતએ શું કરવું શું ન કરવુ તે નક્કી કરી નાંખવામાં આવે છે.'
વઢવાણ બેઠક પરથી છેલ્લી બે મુદતથી ભાજપના ધારાસભ્ય રહી ચૂકેલા વર્ષા દોષી જણાવે છે કે ગુજરાત વિધાનસભામાં સ્ત્રીઓની વધુ મજબૂત રજૂઆતની જરૂર છે. તેમણે કહ્યું, 'ધીમેધીમે આ બદલાવ આવશે.પક્ષ તેના પર કામ કરી રહી છે. હું એટલું કહી શકું કે સ્ત્રી ધારાસભ્ય સ્ત્રી મતદાતાઓ સાથે વધુ સારી રીતે જોડાઈ શકે છે અને બળતણથી માંડીને શૌચાલય સુધી તેમની તમામ સમસ્યાઓ વધુ સારી રીતે સમજી શકે છે. સ્ત્રીઓ રોજિંદા જીવનમાં પણ એક સાથે અનેક કામ કરવાની ક્ષમતા ધરાવે છે જે રાજકારણમાં પણ લાગુ પડે છે.'
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ મહિલા પાંખના પ્રમુખ સોનલ પટેલ જણાવે છે, 'સ્ત્રી-પુરૂષ બંનેને એકસમાન તક આપવા માટે અનામત જરૂરી છે. પુરૂષ ઉમેદવારોની સામે મહિલા ઉમેદવારોને ઘણો અન્યાય થાય છે. રાજકીય પક્ષોને ચૂંટણી ગણિત ફરીથી વિચારવા માટે વધુ મહિલા ઉમેદવારોની જરૂર છે.' ભાજપની મહિલા પાંખના પ્રમુખ જયોતિ પંડ્યા જણાવે છે કે સ્ત્રીઓમાં રાજકારણ અંગે જાગૃતિ લાવવી જરૂરી છે.
મહિલા સભ્યોને રાજસત્તામાં લાવવા પ્રયત્નો થાય છે, પરંતુ વાસ્તવિક સ્થિતિ નબળી રહી છે.કારણ જે હોય તે પરંતુ આ વાસ્તવિક સ્થિતિ આપણી સામે રહેલી છે.
સ્ત્રોત - અકિલા દૈનિક