કૈલાસ માનસરોવર મૂક્તિ અભિયાન

કૈલાસ માનસરોવર મૂક્તિ અભિયાન

ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે

શ્રી મૂકેશકુમાર પંડિતની નિમણુક

ભાવનગર, મંગળવાર તા.૧૭/૧૦/૨૦૧૭

   કૈલાસ માનસરોવર મૂક્તિ અભિયાન સંગઠનમાં ઇશ્વરિયાના કાર્યકર્તા શ્રી મુકેશકુમાર પંડિતની ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણુક થઇ છે.

   સનાતન ધર્મના સર્વોચ્ચ પવિત્ર યાત્રા સ્થાનક કૈલાસ માનસરોવર મૂક્તિ અભિયાન સંદર્ભે રચાયેલા સંગઠનના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી નાનુભાઈ ડાંખરા તથા રાષ્ટ્રીય મહાસચિવ શ્રી રઘુવીરસિંહ જાડેજા દ્વારા  ઇશ્વરિયાના કાર્યકર્તા પત્રકાર શ્રી મૂકેશકુમાર પંડિતની ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણુક થઇ છે.

    શ્રી મૂકેશકુમાર પંડિત અમરનાથ યાત્રા તથા ભારતવર્ષના ચાર કુંભમેળા સંદર્ભે પત્રકારત્વ અને પ્રકાશન કાર્યમાં સક્રિય રહ્યા છે.જેમની કૈલાસ માનસરોવર મૂક્તિ અભિયાન સંગઠન માં નિમણુંક થતા સાથી કાર્યકર્તાઓ એ અભિનંદન પાઠવ્યા છે અને તેઓના નેતૃત્વમા જિલ્લા સંગઠન રચના થઇ રહી છે.