સરદાર પટેલ યુનિવર્સિટી દીક્ષાંત સમારોહ
શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શ્રેષ્ઠ નાગરિક અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણનો હોવો જોઇએ – રાજ્યપાલશ્રી
ગાંધીનગર
ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે જણાવ્યુ છે કે, શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ દ્વારા શ્રેષ્ઠ નાગરિક અને સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણનો હોવો જોઇએ. લોહપુરુષ સરદાર વલ્લભભાઇ પટેલના નિર્વાણ દિને સરદાર પટેલ યુનિવર્સટી, વલ્લભ વિદ્યાનગરના યોજાયેલા 63માં દીક્ષાંત સમારોહ પ્રસંગે વિદ્યાર્થીઓને રાજ્યપાલશ્રીએ શુભકામનાઓ પાઠવી હતી. રાજ્યપાલશ્રીએ આ પ્રસંગે સતત જ્ઞાનસંપન્ન બનવાની શીખ આપી વિદ્યાર્થીઓને આજીવન વિદ્યાર્થી બની રહેવા જણાવ્યુ હતુ. તેમણે ઉમેર્યુ હતુ કે, શિક્ષા સ્વહિત માટે સિમિત ન રહેવી જોઇએ પરંતુ સમાજ અને રાષ્ટ્રના ઉત્કર્ષ માટે તેનો ઉપયોગ થવો જોઇએ.
રાજ્યપાલશ્રીએ પ્રાચીન ભારતના નાલંદા અને તક્ષશિલા કાળના વિદ્યાવૈભવની પુનઃસ્થાપના માટે પ્રવૃત્ત થવા પદવીધારક યુવાઓને અનુરોધ કર્યો હતો. રાષ્ટ્ર સામેના પડકારોનો સામનો કરી તેના સમાધાન માટે સમર્પિત થવા વિદ્યાર્થીઓને આહ્વાન કરતા રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને સત્ય અને ધર્મનું અનુસરણ કરવા તેમજ નિરંતર અધ્યયન અને અધ્યાપન કાર્યને વળગી રહેવા અનુરોધ કર્યો હતો. તેમણે પદવી પ્રાપ્ત કરીને જીંદગીના નવા અધ્યાયની શરૂઆત કરતા યુવાધનને બેટી બચાવો-બેટી પઢાવો, સ્વચ્છતા, પર્યાવરણ રક્ષા, પ્રાકૃતિક ખેતીના પ્રસાર જેવા કાર્યો પ્રત્યે સંકલ્પબદ્ધ બની સમાજિક કુરીતિઓ સામે પ્રવૃત્ત થવા હાકલ કરી હતી.
દીક્ષાંત ક્યારેય શિક્ષાંત નથી તેમ જણાવી રાજ્યપાલશ્રીએ ઇનોવેટીવ અભિગમ સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરવા કટિબદ્ધ થવાની શીખ આપી ઉમેર્યુ હતુ કે, પોતાના કર્તવ્યપથ ઉપર સમર્પણભાવથી ન્યોચ્છાવર થઇ જવું એ જ પદવીધારક વિદ્યાર્થીઓનો ખરો ધર્મ છે.
દિક્ષાંત સમારોહના મુખ્યવ મહેમાનપદેથી નવી દિલ્હીોના કાઉન્સીેલ ઓફ સાયન્ટીતફીક એન્ડન ઇન્ડવસ્ટ્રીતયલ રીસર્ચના ડાયરેકટર જનરલ ડૉ. શેખર માંડેએ પદવીધારક વિદ્યાર્થીઓને હવે પછીનું આપનું જીવન ખૂબજ અગત્યસનું છે. આનું મહત્વક તમારા માતા-પિતા, શિક્ષકો અને મિત્રો માટેનું છે. નહીં કે ફેસબુક/ટવીટર/ઇન્ટ્રાટ ગ્રામ ફોલોઅર્સનું તેમ કહ્યું હતું.
શ્રી માંડેએ વિશ્વ જગતમાં વિજ્ઞાન શિક્ષણ ક્ષેત્રમાં જે ગેપ (જગ્યાે) પડી છે તે માટે આપણે વિશ્વ જગત સાથે પરસ્પમર આદાન-પ્રદાન કરતા રહેવું પડશે તેમ જણાવી આ માટે વિશ્વજગતના મોટા વૈજ્ઞાનિકોનો એક સમૂહ છે તેની સાથે પણ તાલ મીલાવા કહ્યું હતું. તેમણે માનવીય સંવેદના માટે વિજ્ઞાન જગતને મહત્વાની ભૂમિકા અદા કરવા પણ સુચવ્યુંથ હતું.
શ્રી માંડેએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રકભાઇ મોદીએ સેલ્ફર રીલાયન્ટે ઇન્ડિ યા અને આત્માનિર્ભર ભારતનો ઉલ્લે.ખ કરી આ ક્ષેત્રે સીએસઆઇઆરએ પણ મહત્વનની ભૂમિકા અદા કરી જે ક્રિટીકલ સેકટરોમાં મહત્વઇની કામગીરી કરીને સેલ્ફવ રીલાયન્ટલ ઇન્ડિ્યાના સ્વમપ્નને સાકાર કર્યું હોવાનું જણાવ્યુંમ હતું. તેમણે કોવિડ-૧૯ વૈશ્વિક મહામારીના સમયમાં સેલ્ફુ રીલાયન્ટહ ઇન્ડિ યા અંતર્ગત ફાર્માસ્યુ ટીકલ મેન્યુ ફેકચરીંગ બેઝ, મેડીકલ ડીવાઇસીસ એન્ડવ ડાયગોનોસ્ટીસક સેકટર અને ગ્લેંરીંગ ગેપ્સ (લેબ ટુ રેગ્યુનલર) ફો ટ્રાન્સફલેશન એકસપર્ટાઇઝ/ઇન્ફ્રાઇસ્ટ કચર જેવા મહત્વંના ત્રણ ક્ષેત્રોમાં ધ્યાન કેન્દ્રિ ત કરી પોલીસી ઇન્ટ રવેશનનું કામ કર્યું હોવાનું જણાવી પદવીધારક વિદ્યાર્થીઓને તેમના ભાવિની શુભેચ્છાઓ પાઠવી હતી.
શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમાએ યુવાનોને તેમની નવીનતાઓ અને શોધ-સંશોધનો સમાજને મદદરૂપ બને તે માટે પોતાનું ઉત્તરદાયિત્વદ નિભાવવાનો અનુરોધ કર્યો હતો.
૬૩મા દિક્ષાંત સમારોહના પ્રારંભે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. શિરિષ કુલકર્ણીએ સ્વાાગત પ્રવચન કરી સરદાર પટેલ યુનિવર્સિટીનો શૈક્ષણિક પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિુત મહાનુભાવોના હસ્તેઅ ૧૧૯ વિદ્યાર્થીઓને સુવર્ણપદક એનાયત કરવામાં આવ્યાપ હતા. જયારે અનુસ્નાગતકની વિવિધ ફેકલ્ટીુઓ દ્વારા કોવિડ-૧૯ મહામારી અંતર્ગત ૪૩ આર્ટીકલ્સા અને રીસર્ચ પેપરો સંકલિત કરીને તૈયાર કરવામાં આવેલ “ COVID-19 IMPACT : MULTIDISCIPLINARY ACADEMIC PEERSPECTIVE” પુસ્તિંકાનું પણ વિમોચન કરવામાં આવ્યુંવ હતું. યુનિવર્સિટી ખાતે રૂા. એક કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રી ય કક્ષાના તૈયાર થઇ રહેલ સ્વીિમીંગ પુલ અને જીમ્નાંશિયમ માટે જાણીતા ઉદ્યોગપતિ શ્રી દેવાંગભાઇ પટેલે ઇપ્કો્ પરિવાર વતી રૂા. ૫૦ લાખનો ચેક અર્પણ કર્યો હતો.
આ પ્રસંગે જીટીયુ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને ટીચર્સ યુનિવર્સીટના કુલપતિશ્રીઓ, ધારાસભ્ય્ શ્રી અર્જુનભાઇ, કાર્યકારી કુલસચિવ જયોતિબેન તિવારી, સેનેટ-સિન્ડી્કેટના સભ્યોન, ફેકલ્ટી ડીન, પ્રાધ્યાનપકો, વાલીઓ અને સુવર્ણપદક પ્રાપ્તર કરનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિટત રહ્યા હતા.
સરદાર પટેલ યુનિવર્સિટીએ આજે ૧૭,૮૬૨ વિવિધ વિદ્યાશાખાના સ્નાયતક-અનુસ્નાઇતકના વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવાની સાથે કુલ ૩,૨૫,૫૨૮ પદવીએ એનાયત કરી છે.