શ્રી વર્ષા અડાલજાને ‘દર્શક પદક’

‘ક્રોસ રોડ’ નવલકથા માટે 

શ્રી વર્ષા અડાલજાને ‘દર્શક પદક’ એનાયત થશે

ઇશ્વરિયા, મંગળવાર તા.૨૪/૧૦/૨૦૧૭

     શ્રી મનુભાઈ પંચોળી – દર્શક ફાઉન્ડેશન દ્વારા ‘ક્રોસ રોડ’ નવલકથા માટે શ્રી વર્ષા અડાલજાને ‘દર્શક પદક’ એનાયત થશે

     સાહિત્ય,શિક્ષણ અને ગ્રામપુનરુત્થાન ક્ષેત્રે વિશિષ્ઠ પ્રદાન કરનાર પ્રતિભાઓ કે સંસ્થાઓને પુરસ્કારવાના હેતુથી રચાયેલા શ્રી મનુભાઈ પંચોળી – દર્શક ફાઉન્ડેશન દ્વારા વર્ષ ૨૦૧૬ નો સાહિત્ય પદક અર્પણ કાર્યક્રમ શનિવાર તા.૨૮ ના સાંજે ૫:૩૦ કલાકે ગુજરાતી વિશ્વકોષ ભવન,ઉસ્માનપુરા,અમદાવાદ ખાતે યોજાશે.

     સામાજિક-રાષ્ટ્રીય પરિસ્થિતિ અને પરિવર્તનનું કલાત્મક નિરૂપણ કરનાર દીર્ઘ નવલકથા ‘ક્રોસ રોડ’ માટે શ્રી વર્ષા અડાલજાને ‘દર્શક પદક’ એનાયત કરાશે.આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને શ્રી ધીરુબહેન પટેલ રહેશે.