ભાવનગર જિલ્લા ગ્રામપંચાયત પરિષદનો અનુરોધ
ઇશ્વરિયા મંગળવાર તા.૧૭/૧૦/૨૦૧૭
આ પખવાડીયામાં રાજકીય ધમધમાટ શરુ થશે ચૂંટણીના ધમપછાડામાં ગ્રામપંચાયત સુત્રધારોરાજકીય પક્ષોની આળપંપાળ ના કરે તેમ ભાવનગર જિલ્લા ગ્રામપંચાયત પરિષદનો અનુરોધ છે.
રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા માટે તમામ પ્રકારની પ્રક્રિયા યુક્તિઓ અજમાવતા હોય છે, જે માટે સરપંચો અને આગેવાનો તેમના માટે મુખ્ય હાથા બનતા હોય છે. કઈ ગ્રામપંચાયતના વિકાસ માટે ક્યાં નેતા કે કયો પક્ષ ઉપયોગી રહ્યો છે,તે બધા જાણે j છે.આ સ્થિતિમાં આ પખવાડીયામાં જ વિધાનસભા ચુંટણી સંદર્ભે રાજકીય ધમધમાટ શરુ થશે,જેમાં તકેદારી રાખવી.
આપણી પંચાયતીરાજ શાસન પ્રણાલીમાં સરપંચ કે ગ્રામપંચાયત કોઈ રાજકીય પક્ષની સાથે સીધી રીતે જોડાયેલા હોતા નથી,આમ છતાં આપણી રાજકીય મેલી રમતોમાં પક્ષાપક્ષીમાં જોડવામાં આવે છે.ચૂંટણીના ધમપછાડામાં ગ્રામપંચાયત સુત્રધારો રાજકીય પક્ષોની આળપંપાળ ન કરે અને કોઈ લાભાલાભની ઝાળમાં ન પડે તેમ ભાવનગર જિલ્લા ગ્રામપંચાયત પરિષદનો અનુરોધ છે.
પરિષદ સંયોજક શ્રી મૂકેશકુમાર પંડિતે ભારપૂર્વક જણાવ્યું છે કે, સરપંચ એ રાજકીય પ્રતિનિધિ નથી, તેની જવાબદારી બિનરાજકીય નેતૃત્વની છે, તે ભૂલવું નહી.