જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખોની જાહેરાત
ભાવનગર શહેરમાં રાજીવભાઇ પંડયા અને જીલ્લામાં મુકેશભાઇ લંગાળીયાની નિમણુંક
ગાંધીનગર
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષ દ્વારા જિલ્લા અને શહેર ભાજપ પ્રમુખોની આજે જાહેરાત કરવામાં આવી. ગુજરાતના 39 જિલ્લા-મનપાના પ્રમુખોની જાહેરાતમાં 33 જિલ્લા અને 6 શહેર પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે. ભાવનગર શહેરમાં રાજીવભાઇ પંડયા અને જીલ્લામાં મુકેશભાઇ લંગાળીયાની નિમણુંક થઈ છે. જયારે બોટાદમાં ભીખુભાઇ વાઘેલાની નિમણુંક થવા પામી છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી પાટીલ દ્વારા જાહેર કરાયેલી નિમણૂકોમાંમાં ગાંધીનગર શહેરમાં રૂચિર ભટ્ટ, વડોદરા જિલ્લામાં અશ્વિન પટેલ, ડાંગ જિલ્લામાં દશરથ પવાર, સુરત શહેરમાં નિરંજન ઝાંઝમેરા, સુરત જિલ્લામાં સંદિપભાઇ દેસાઇ, વલસાડમાં હેમંતભાઇ કણસાગરા, નવસારીમાં ભુરાભાઇ શાહ, તાપીમાં જયરામભાઇ ગામિત, ભરૂચમાં મારૂતિસિંહ અટોદરીયા, નર્મદામાં ઘનશ્યામભાઇ પટેલ, વડોદરા શહેરમાં વિજયભાઇ શાહ, વડોદરા જિલ્લામાં અશ્વિનભાઈ પટેલ(કોયલી), છોટા ઉદેપુરમાં રશ્મીકાંતભાઇ વસાવા, પંચમહાલમાં અશ્વિનભાઈ પટેલ, મહિસાગરમાં દશરથભાઇ બારીયા, દાહોદમાં શંકરભાઇ અંબલીયાર, આણંદમાં વિપુલભાઇ પટેલ(સોજીત્રા), ખેડામાં અર્જુનસિંહ ચૌહાણ, અમદાવાદ જિલ્લામાં હર્ષદગીરી ગોસાઇ, સાબરકાંઠામાં જે.ડી.પટેલ, અરવલ્લીમાં રાજેન્દ્રભાઇ પટેલ (ચૌધરી), મહેસાણામાં જસુભાઇ પટેલ (ઉમતાવાળા), પાટણમાં દશરથજી ઠાકોર, બનાસકાંઠામાં ગુમાનસિંહ ચૌહાણ,
સૌરાષ્ટ્રના નામો મુજબ રાજકોટ શહેરમાં કમલેશ મીરાણીને રિપીટ કરાયા છે જ્યારે જિલ્લામાં ડી.કે. સખીયાને હટાવી મનસુખ ખાચરિયાની નિમણૂક કરાઈ છે. જામનગર શહેરમાં વિમલ કગથરા, જામનગર જિલ્લામાં રમેશ મુંગરા, મોરબીમાં દુર્લભજી દેથરીયાને કચ્છમાં કેશુભાઇ પટેલ, દેવભૂમિ દ્વારકા ખીમજીભાઇ જોગલ (આહિર), મોરબીમાં દુલ્લભજી દેથરીયા, જુનાગઢ શહેરમાં પુનિતભાઇ શર્મા, જુનાગઢ જિલ્લામાં કિરીટભાઇ પટેલ, ગીર સોમનાથમાં માનસિંહ પરમાર, પોરબંદરમાં કિરીટભાઇ મોઢવાડીયા, અમરેલીમાં કૌશિકભાઇ વેકરીયા, ભાવનગર શહેરમાં રાજીવભાઇ પંડયા, ભાવનગર જીલ્લામાં મુકેશભાઇ લંગાળીયા, બોટાદમાં ભીખુભાઇ વાઘેલા, સુરેન્દ્રનગરમાં જગદીશભાઇ દલવાડીની પ્રમુખ તરીકે નિમણુંક થવા પામી છે.