અમરેલી
કોરોના વાયરસને અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેના અનુસંધાને ઝડપી કોવિડ-૧૯ના સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે લોકોની અવરજવર વાળા જાહેર અને ખાનગી સ્થળોએ વાયરસને ફેલાતો અટકાવવા માટે સમગ્ર અમરેલી જિલ્લામાં કેટલાક નિયંત્રણો મૂકવામાં આવ્યા છે.
સક્ષમ કક્ષાના અધિકારીની પરવાનગી વગર ગેરકાયદેસર રીતે ૪ કે ચારથી વધુ વ્યક્તિઓ એ એકસાથે અમરેલી જિલ્લાના કોઈપણ વિસ્તારમાં એકઠા થવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમરેલી જિલ્લા વિસ્તારમાં ખાનગી અથવા જાહેર સ્થળોએ સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી વગર કોઈપણ પ્રકારના સભા-સરઘસ , સંમેલન , રાજકીય, ધાર્મિક, સાંસ્કૃતિક અને સામાજિક મેળાવડા કે લોકમેળા કે જે પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઈ આયોજન કરવા નહીં. મોલ, મલ્ટીપ્લેક્સ, સિનેમા, નાટ્યગૃહ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સ્વિમિંગ પૂલ, ડાન્સ ક્લાસ, ગેમ્સ ઝોન, પાર્ટી પ્લોટ, મેરેજ હોલ, તમામ ધર્મના ધાર્મિક અને પ્રાર્થના સ્થળો અને જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય તેવા અન્ય તમામ સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા. અમરેલી જિલ્લાની સમગ્ર જાહેર જનતાને જીવન જરૂરી આવશ્યક સેવાઓ મેળવવા માટે માસ્ક પહેરીને જ બહાર નીકળવું તથા જાહેર સ્થળોએ થૂંકીને અથવા અન્ય કોઈપણ રીતે ગંદકી ફેલાવવી નહિ.
ઉપરાંત જિલ્લાની કોઈપણ વ્યક્તિએ સાંજના ચાર કલાકથી સવારના સાત કલાક દરમિયાન અત્યંત આવશ્યક સેવાઓ સિવાયની બિન જરૂરી અવર-જવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. દસ વર્ષથી નીચેના બાળકો ૬૫ વર્ષથી ઉપરના વ્યક્તિઓ સગર્ભા સ્ત્રીઓ અને શારીરિક અસ્વસ્થતા ધરાવતા વ્યક્તિઓને અતિ આવશ્યક કામગીરી અને મેડિકલ સારવાર ના કારણો સિવાય ઘરની બહાર નીકળવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
આ હુકમ ખાસ સરકારી ફરજ પર હાજર રહેતા સરકારી કર્મચારીઓ/અધિકારીઓ કરાર આધારિત કર્મચારીઓ અને બંધનકર્તા અને બંધનકર્તા અને બંધનકર્તા બંધનકર્તા રહેશે નહીં. તેમજ ખાસ હુકમથી જેમને મુક્તિ આપવામાં આવી છે તેવા વાહનો અને વ્યક્તિઓ ને લાગુ પડશે નહીં લાગુ પડશે નહીં ને લાગુ પડશે નહીં લાગુ પડશે નહીં. ફરજ પરના તમામ અધિકારી તેમજ કર્મચારીઓ ને ઓળખકાર્ડ સાથે રાખવું. આ હુકમનો ભંગ કરવા બદલ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે