સુરત ખાતે રામકથા

મારુતિ વીર જવાન સંસ્થાના આયોજનથી

સુરત ખાતે સૈનિકોના પરિવારના હિતાર્થે 

શ્રી મોરારિબાપુ દ્વારા રામકથા

ઇશ્વરિયા, ગુરુવાર તા.૦૯/૧૧/૨૦૧૭

      શ્રી મોરારિબાપુ દ્વારા સૈનિકોના પરિવારના હિતાર્થે સુરત ખાતે રામકથા યોજાશે. મારૂતિ વીર જવાન સંસ્થાના આયોજનથી અગ્રણીઓ તડામાર તૈયારીમાં રહ્યા છે.

     આગામી માસમાં શનિવાર તા.૦૨-૧૨-૨૦૧૭ થી રવિવાર તા.૧૦-૧૨-૨૦૧૭ દરમિયાન શ્રી મોરારિબાપુ દ્વારા ભારતના ઈતિહાસમાં સૌ પ્રથમ સુરતના આંગણે શહીદ સૈનિકોના પરિવારના હિતાર્થે સુરત ખાતે યોજાનાર રામકથા રાષ્ટ્રકથા માટે ખુબ જ ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.

     મારૂતિ વીર જવાન સંસ્થાના આયોજનના અગ્રણીઓ આ રાષ્ટ્રકથા માટે તડામાર તૈયારીમાં રહ્યા છે. સુરતમાં સીમાડા વિસ્તારમાં ‘કર્ણભૂમિ’ મેદાન ખાતે આ કથામાં યજમાન પદે શ્રી નનુભાઈ કરશનભાઈ સાવલિયા પરિવાર રહેનાર છે.

     વીર જવાનો અને તેમના પરિવારના હિતાર્થે તથા માતૃભૂમિ પ્રત્યે વિશેષ રાષ્ટ્રીય ચેતના પ્રગટે તે હેતુથી સત્ય,પ્રેમ, કરુણાના ત્રિવેણી સંગમરૂપી શ્રી મોરારિબાપુની આ રામકથા યોજાનાર છે.આ સાથે જ વિવિધ આયોજનમાં રાષ્ટ્રીય મહાનુભાવો પણ ઉપસ્થિત રહેનાર છે.