યુવા મતદારો પોતાનુ મતદાર ઓળખકાર્ડ ચૂંટણી પંચની વેબસાઈટ પરથી ડાઉનલોર્ડ કરી શકશે
ભાવનગર
યુવા મતદારોને મતદાર ઓળખકાર્ડ (ચૂંટણી કાર્ડ) માટે ખાસ જણાવવામાં આવે છે કે તા.૨૫/૦૧/૨૦૨૧ના રોજ ૧૧ મા રાષ્ટ્રીય મતદાતા દિવસે ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારોને તેમનું મતદાર ઓળખકાર્ડ સહેલાઇથી મળી રહે તે માટે e-EPIC ડિજીટલ વોટર આઇડી લોન્ચ કરેલ છે.
આ e-EPIC નવા નોંધાયેલા મતદારો કે જેઓએ તેમનો મોબાઈલ નંબર નોંધાવેલ છે અને ખાસ સંક્ષિપ્ત સુધારણા-૨૦૨૧ દરમિયાન તા.૦૯/૧૧/૨૦૨૦ થી તા.૧૫/૧૨/૨૦૨૦ સુધી ફોર્મ ભરેલ છે તેઓ ભારતના ચૂંટણી પંચની વેબસાઈટ Voter Helpline Mobile app (Android/iOS), https://voterportal.eci.gov.in/ અને https://nvsp.in/ પરથી એપ ડાઉનલોડ કરી શકે છે
સૌપ્રથમ મતદારે વોટર પોર્ટલ પર રજિસ્ટર લોગીન કરવાનું રહેશે. ત્યારબાદ download e-EPIC લીંક પર ક્લિક કરવાનું રહેશે અને ચુંટણી ઓળખપત્ર નંબર, ફોર્મ-૬ નો રેફરન્સ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ રજીસ્ટર મોબાઇલ નંબર પર આવેલ OTP દાખલ કરી download e-EPIC થકી પોતાનું મતદાર ઓળખકાર્ડ (ચૂંટણી કાર્ડ) ડાઉનલોડ થઇ જશે. તેમ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી, ભાવનગર દ્વારા જણાવાયું છે