ગુજ૨ાત હાઈકોર્ટે ૨ાજયના કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ૨૦૧૭ની ધોળકા મત વિસ્તા૨ની ચૂંટણી ૨દ ક૨ી
પોસ્ટલ મત ગણત૨ી અંગે જે પ્રશ્ન ઉઠાવાયો હતો તેને હાઈકોર્ટે માન્ય ૨ાખ્યો
અમદાવાદ
ગુજ૨ાત હાઈકોર્ટે આજે ૨ાજયના કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાની ૨૦૧૭ની ધોળકા મત વિસ્તા૨ની ચૂંટણી ૨દ ક૨ી છે. આ બેઠક આ સાથે ખાલી જાહે૨ થઈ ગઈ છે. કોંગ્રેસના પ૨ાજિત ઉમેદવા૨ દ્વા૨ા આ ચૂંટણીમાં પોસ્ટલ મત ગણત૨ી અંગે જે પ્રશ્ન ઉઠાવાયો હતો તેને હાઈકોર્ટે માન્ય ૨ાખ્યો છે.
કોંગ્રેસના અશ્ચિન ૨ાઠોડે ૨ાજયના સીનીય૨ મંત્રીએ ચૂંટણીને પડકા૨ી હતી. આજે ગુજ૨ાત હાઈકોર્ટના ન્યાયમૂર્તિ પ૨ેશ ઉપાધ્યાયએ કોંગ્રેસના ઉમેદવા૨ની અ૨જી માન્ય ૨ાખી છે અને ભુપેન્દ્રસિંહની ચૂંટણી ૨દ ક૨તા તેઓ આપોઆપ ધા૨ાસભ્ય પદ ગુમાવે છે.
૨૦૧૭ની ધા૨ાસભા ચૂંટણીમાં ચુડાસમા ૩૨૭ મતે જીત્યા હતા. પ૨ાજિત ઉમેદવા૨ ૨ાઠોડે આ ચૂંટણીને પડકા૨તા કહયું હતું કે, ૨ીટર્નીગ ઓફિસ૨ તથા ડેપ્યુટી કલેકટ૨ ધવલ જાનીએ બેલેટ પેપ૨ની ગણત૨ીમાં ગડબડ સર્જીને ચુડાસમા વિજેતા જાહે૨ થાય તેવી યુક્તિ ક૨ી હતી. ડેપ્યુટી કલેકટ૨એ મત ગણત૨ી સમય ૪૨૯ પોસ્ટલ બેલેટ પેપ૨ ૨દ જાહે૨ ર્ક્યા હતા અને ચુડાસમાનો વિજય માર્જીન ૩૨૭ મતનો હતો.
આમ સમગ્ર ચૂંટણીમાં ગે૨૨ીતિ થઈ હોવાનું સાબિત થયું છે. ગુજ૨ાત હાઈકોર્ટે તેમની લંબાણભણી સુનાવણી દ૨મ્યાન મત ગણત૨ી સમયના સીસીટીવી ફુટેજ પણ ચકાસ્યા હતા અને ડેપ્યુટી કલેકટ૨ સહિતના અધિકા૨ીઓની જુબાની પણ લીધી હતી. ચુડાસમાના પર્સનલ સેક્રેટ૨ી ધર્મિન મહેતા મત ગણત૨ી સમયે ગે૨કાનુની ૨ીતે અંદ૨ ફ૨તા પણ નજ૨ે ચડયા હતા અને તેઓ મોબાઈલ ફોન પ૨ સતત કોઈ સુચના આપતા હોય તેવું જણાતુ હતું. આ તમામ પ્રક્રિયાઓ પ૨થી હાઈકોર્ટે ગે૨૨ીતિ થઈ હોવાનું સાબિત ર્ક્યુ છે અને ચુડાસમા માટે સુપ્રિમ કોર્ટમાં જવા સિવાય કોઈ વિકલ્પ નથી.
રાજયસભા ચૂંટણીમાં ભાજપનો એક મત ઘટયો : હવે તોડ-જોડની રાજનીતિ કરાશે ? અથવા સુપ્રિમનો ‘સ્ટે’ જરૂરી
કોંગ્રેસનાં ધારાસભ્યો તોડી રહેલા ભાજપને ચૂંટણી વિવાદમાં બીજી બેઠક ગુમાવવી પડી: તાલાલા-મોરવા હડફ પણ ખાલી
ગુજરાતમાં કોરોના-લોકડાઉનનાં કારણે મુલત્વી રહેલી રાજયસભાની ચાર બેઠકોની પેટા ચૂંટણી આગામી સમયમાં આવે તે પૂર્વે આજે ધારાસભ્યપદેથી ગેરલાયક ઠરેલા કેબીનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હાઈકોર્ટનાં ચુકાદા સામે સુપ્રિમ કોર્ટમાં ‘સ્ટે’ મળે તે જોવા અને ચુડાસમા મતદાન કરી શકે તે માટે ભાજપ પ્રયાસ કરશે.
રાજયમાં તા.26 ની રાજયસભાની ચાર બેઠકોની પેટા ચૂંટણીમાં કોંગ્રેસ પાસેથી એક બેઠક પુરાવવા મતપલટાનો ખેલ નાખ્યો છે ભાજપે તે બે બેઠક જીતી શકે તેમ હોવા છતાં ત્રણ ઉમેદવાર ઉભા રાખ્યા છે અને રાજયસભાની અગાઉની ચૂંટણીની જેમ કોંગ્રેસના પાંચ ધારાસભ્યોનાં રાજીનામા આપી કોંગ્રેસની લીટી ટુંકી કરી ખુદની લીટી લાંબી કરવાનો પ્રયાસ કર્યો.
અગાઉ ભાજપે સોમાભાઈ પટેલ જે.પી.કાકડીયા, પ્રવિણ મારૂ, મંગલ ગાબીત સહીત પાંચ ધારાસભ્યોનાં રાજીનામા અપાયા હતા. ઉપરાંત જેનાથી કોંગ્રેસની સભ્ય સંખ્યા 68 ની થઈ ગઈ હતી અને ભાજપના 103 માંથી હવે ભૂપેન્દ્રસિંહની ચૂંટણી રદ થતા સભ્યસંખ્યા 102 ની થઈ છે.રાજયસભાની ચૂંટણીની ત્રણ બેઠકો, જીતવા ભાજપે હવે કોંગ્રેસના વધુ ધારાસભ્યોને ખેડવવા પડશે.અથવા તો ભૂપેન્દ્રસિંહના ચુકાદા સામે સ્ટે લેવો પડશે. રાજયમાં હજુ ત્રણ બેઠકો તાલાલા, દ્વારીકા અને મોરવાહડફ ખાલી છે.
ચૂંટણી રદ થતાં રાજયના શિક્ષણમંત્રી "મૌન” છતા સુપ્રિમમાં જઈ ‘સ્ટે’ મેળવવા સક્રિય
ભૂપેન્દ્રસિંહનું મંત્રીપદ બચાવવા પ્રયાસ કરાશે
ગુજરાતની રૂપાણી સરકારનાં કેબીનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ધોળકા ધારાસભા મત ક્ષેત્રની ચૂંટણી રદ કરવાનાં ગુજરાત હાઈકોર્ટનાં નિર્ણયથી સરકાર અને ભાજપને આંચકો લાગ્યો છે અને હવે ચુડાસમા મંત્રીપદેથી રાજીનામું આપશે કે કેમ તે અંગે જબરો સસ્પેન્સ છે. જોકે કેબીનેટ મંત્રીને હજુ સુપ્રિમ કોર્ટમાં જવા માટેનો વિકલ્પ ઉપલબ્ધ છે અને આ ચુકાદા સામે શકય તેટલો વહેલો "સ્ટે” મેળવવા માટે પ્રયાસ કરાશે જેથી ચુડાસમાનુ મંત્રીપદ બચાવવા પ્રયાસ થશે.
જોકે આજે હાઈકોર્ટનાં ચુકાદાનાં પગલે કેબીનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ મૌન ધારણ કરી લીધુ છે અને તેમનો મોબાઈલ પણ સ્વીચ ઓફ છે પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હાઈકોર્ટનાં આજના ચુકાદાને ભાજપ માટે આઘાતજનક હોવાનું જણાવ્યું હતું અને ઉમેર્યું હતું કે ચુકાદાનો અભ્યાસ કર્યા બાદ સુપ્રિમ કોર્ટમાં આ અંગે નિર્ણય લેવાશે. પટેલે કહ્યું કે સરકાર અને ભાજપ પુરેપુરી રીતે ભૂપેન્દ્રસિંહની સાથે છે અને તેમને તમામ સહકાર આપવામાં આવશે.
પટેલે એવુ વિધાન કર્યું કે કોર્ટનાં ચુકાદાથી ચુડાસમાનું ધારાસભ્ય પદ રહેતુ નથી. પણ તેમનું મંત્રીપદ બચાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવશે. ભાજપના ટોચના સુત્રોના જણાવ્યા મુજબ હાલ ચુડાસમાને રાજીનામું આપવા કહેવાશે નહિં પણ હાઈકોર્ટનાં ચુકાદા પર કાનુની અભિપ્રાય મેળવાશે.
આ ઉપરાંત દિલ્હીમાં ભાજપ મોવડી મંડળનું પણ માર્ગદર્શન મેળવાશે. ધોળકાની ધારાસભા બેઠક આ ચુકાદાથી ખાલી થઈ છે.આ સાથે ગુજરાતમાં તાલાળા-ઉપરાંત દ્વારીકા, અને મોરવા હડફની બેઠક ચૂંટણી રદ થવાથી ખાલી પડી છે.