ભાવનગર રેલવે મંડલને શીલ્ડ

65માં રેલવે સપ્તાહ પુરસ્કાર સમારોહ
ભાવનગર રેલવે મંડલને વર્ષ 2019-20 માટે શ્રેષ્ઠ તુલનાત્મક વિકાસ માટે શીલ્ડ એનાયત 
ભાવનગર 
     65માં રેલવે સપ્તાહ પુરસ્કાર સમારોહમાં ભાવનગર રેલવે મંડલને વર્ષ 2019-20 માટે પશ્ચિમ રેલવેમાં શ્રેષ્ઠ તુલનાત્મક વિકાસ માટે પ્રતિષ્ઠિત "જનરલ મેનેજર એફિશિયન્સી શીલ્ડ" એનાયત કરાયો છે.
     વરિષ્ઠ મંડલ વાણિજ્ય પ્રબંધક શ્રી ટેલરે જણાવ્યું હતું કે મુંબઇ સેન્ટ્રલ ખાતે આયોજિત આ એવોર્ડ સમારોહમાં પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર (જી.એમ.) શ્રી આલોક કંસલ દ્વારા ભાવનગરના મંડલ રેલવે મેનેજર શ્રી પ્રતીક ગોસ્વામીને આ શિલ્ડ એનાયત કરાયો છે. મંડલ રેલવે મેનેજર શ્રી પ્રતીક ગોસ્વામીએ ભાવનગર મંડલ દ્વારા પ્રાપ્ત થયેલ આ પ્રતિષ્ઠિત શીલ્ડને અધિકારીઓ અને કર્મચારીઓની મહેનત અને મહેનતનું પરિણામરૂપે વર્ણવેલ અને સૌને અભિનંદન પાઠવ્યા હતા.
     પશ્ચિમ રેલવે દ્વારા પ્રથમ વખત "બેસ્ટ ઓવરઓલ ઇમ્પ્રૂવમેન્ટ શીલ્ડ" ની શરૂઆત કરવામાં આવી છે. પશ્ચિમ રેલવેના અન્ય મંડલોની તુલનામાં દરેક ક્ષેત્રમાં વધુ સારી સુધારણા માટે આ શિલ્ડ ભાવનગર વિભાગને એનાયત કરવામાં આવ્યો છે.