ભાવનગર મંડળ કર્મચારીઓ સન્માનિત

ભાવનગર મંડળના કર્મચારીઓ

ઉત્કૃષ્ટ સેવા બદલ સન્માનિત કરાયા

ભાવનગર 
        ભાવનગર મંડળના સાત કર્મચારીઓને શ્રી રાજકુમાર લાલ-પ્રિન્સિપલ ચીફ કોમર્શિયલ મેનેજર-ચર્ચગેટ (પીસીસીએમ-સીસીજી) દ્વારા શ્રી પ્રતીક ગોસ્વામી (ડીવિજનલ રેલ્વે મેનેજર-ભાવનગર) ની માર્ગદર્શિકા મુજબ વર્ષ 2019 - 20 માં ઉત્કૃષ્ટ સેવા બદલ સન્માનિત કરાયા છે. 
        વેસ્ટર્ન રેલ્વે હેડક્વાર્ટર - ચર્ચગેટ ખાતે એક વેબિનાર દ્વારા એવોર્ડ સમારંભ યોજાયો હતો, જેમાં ભાવનગર મંડળ તરફ થી વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક શ્રી માશૂક અહમદ અને સહાયક વાણિજ્ય પ્રબંધક સુશ્રી નીલાદેવી ઝાલા જોડાયેલા હતા. પ્રિન્સિપલ ચીફ કોમર્શિયલ મેનેજર શ્રી રાજકુમાર લાલ વતી, સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર શ્રી માશૂક અહમદે તમામ એવોર્ડ મેળવનારાઓને મેરિટ સર્ટિફિકેટ થી સન્માન્યા હતા. 
       એવોર્ડ મેળવનારા શ્રી શંભુ સિંહ (જનસંપર્ક નિરીક્ષક-ભાવનગર મંડળ), શ્રી સૂરજ સતાસીયા (વરિષ્ઠ વાણિજ્ય કલાર્ક-સોનગઢ), શ્રી પંકજ ખોરસીયા (સીસીસી-જૂનાગઢ), શ્રી મનોજ ડી. મકવાણા (સીસીસી-ગોંડલ), શ્રી પ્રદીપ મેનન (ઉપ સ્ટેશન અધીક્ષક, વાણિજ્ય-સોમનાથ), શ્રી ચુડાસમા ડી.વી. (સીસીસી-બોટાદ) અને શ્રીમતી નિર્મલાબેન (સાસણ ગીર) છે. આ સાત કર્મચારીઓને પ્રિન્સિપલ ચીફ કોમર્શિયલ મેનેજર દ્વારા ઉત્તમ સેવાને પ્રોત્સાહિત કરવા બદલ પ્રશંસા-પત્ર અને મેરિટ સર્ટિફિકેટથી નવાજવામાં આવ્યા હતા.