મકરસંક્રાંતિના દિવસથી અનામત

મકરસંક્રાંતિના દિવસથી મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ 10  ટકા અનામતનો ચગાવ્યો પતંગ  

તા.14મી જાન્યુઆરી 2019 થી  રાજ્યના ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓમાં અનામતનો લાભ 

ગાંધીનગર 

     છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં સવર્ણો માટે અનામતની ભારે ચળવળ અને લડત રહી છે ત્યારે કેન્દ્ર સરકારે જાહેર કરેલ 10 ટકા અનામતની અમલવારી ગુજરાત સરકારે જાહેર કરી દીધી છે અને આમ મકરસંક્રાંતિના દિવસથી જ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આ અનામતનો પતંગ ચગાવ્યો છે.      

     મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ છે કે,મકર સંક્રાંતિ 14 જાન્યુઆરી 2019 થી  રાજ્ય ના ઉચ્ચ શૈક્ષણિક પ્રવેશ અને સરકારી નોકરીઓમાં  બિન અનામત રીતે આર્થિક રીતે નબળા વર્ગોને 10 ટકા અનામત નો લાભ મળતો થશે

    આ હેતુસર  14 1 2019 પછી રાજ્યમાં  મળવાપાત્ર શૈક્ષણિક પ્રવેશો અને સરકારી નોકરીઓની જાહેરાત થઇ હોય પરંતુ ભરતી માટેના કોઈ તબક્કાની પ્રક્રિયા શરૂ ન થઇ હોય તેને આ લાભ મળવા પાત્ર થશે. આવી ભરતી અને પ્રવેશ હાલ સ્થગિત રાખીને તેમાં પણ આ 10 ટકા  અનામત નો લાભ અપાશે

    મુખ્યમંત્રી શ્રી દ્વારા એ સ્પષ્ટતા પણ  કરવામાં આવી છે કે  14 જાન્યુઆરી 2019 પહેલા જે જે ભરતી પ્રક્રિયામાં લેખિત  મૌખિક પરીક્ષા તેમજ કોમ્યુટર પ્રોફિસિયન્સી ટેસ્ટ પ્રિલીમીનરી પરીક્ષા થઇ ગઈ  છે તેને આ અનામત નો લાભ લાગુ થઇ શકશે નહીં

    ભરતી માટેની કોઈ જ પ્રકિયા શરૂ ન થઇ હોય અને માત્ર જાહેરાત જ આપવામાં આવી હોય તેવા કિસ્સામાં નવી જાહેરાત આપીને ભરતી પ્રક્રિયા કરવાની રહેશે. આ 10 ટકા અનામત એસસી, એસટી અને એસઈબીસી ને મળવા પાત્ર 49 ટકા ઉપરાંતની રહેશે

   ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં સવર્ણો માટે અનામતની ભારે ચળવળ અને લડત રહી છે ત્યારે કેન્દ્ર સરકારે જાહેર કરેલ 10 ટકા અનામતની અમલવારી ગુજરાત સરકારે જાહેર કરી દીધી છે અને સૌ પ્રથમ અમલવારી આમ મકરસંક્રાંતિના દિવસથી જ મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ આ અનામતનો પતંગ ચગાવ્યો છે. જાણવાં મળ્યા મુજબ આ નિર્ણય સામે અગાઉ લાભ લેતા જ્ઞાતિ સમૂહોમાંથી નકારાત્મક હલચલ પણ ઉભી થયાના વાવડ છે.પરંતુ તે હવે વ્યર્થ છે કારણ કે રાષ્ટ્રપતિ શ્રી દ્વારા જ મંજૂરીની મહોર પ્રાપ્ત થઈ ચુકી છે.