રાજ્યના પ્રધાન મંડળમાં ફેરફાર થવા લગભગ નિશ્ચિત
અધિકારીઓની બદલીઓ પણ થવાની શક્યતાઓ પ્રબળ બની
ગાંધીનગર
ગુજરાતમાં રાજ્ય સભાની ચૂંટણીઓ સંપન્ન થઈ ચૂકી છે અને હવે રથયાત્રા પણ આયોજિત નહીં કરવાનો નિર્ણય આવતા હવે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન સહિત રાજ્યના પ્રધાન મંડળમાં ફેરફાર થવા લગભગ નિશ્ચિત મનાઇ રહ્યું છે સાથે સાથે ગમે તે ઘડીએ રાજ્યના આઇએએસ અને આઇપીએસ અધિકારીઓની બદલીઓ પણ થવાની શક્યતાઓ પ્રબળ બની રહી છે.
ગુજરાતમાં ચર્ચાસ્પદ અને હાઈવોલ્ટેજ ડ્રામા સાથે સંપન્ન થયેલી રાજ્ય સભાની ચૂંટણીઓ બાદ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ અને સંગઠન થી માંડીને રાજ્ય સરકારના તથા મંડળમાં મોટા ફેરફાર કરવાનું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે.
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ માળખામાં ફેરફારો સાથે સંગઠન ની નવી રચના નું કોકડું લાંબા સમયથી ઉકેલી શક્યું નથી જોકે હવે આવી રહેલી નગરપાલિકા અને પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓ પહેલા એટલે કે આગામી દસ દિવસમાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત થઇ શકે તેમ છે સાથે સાથે મહાનગરોના નવા પ્રમુખ સહિત ભાજપ પ્રદેશ સંગઠન ની નવી રચના અંગે પણ પાર્ટી દ્વારા જાહેરાત થવાની શક્યતાઓ પ્રબળ બની રહી છે.
અત્રે નોંધનીય છે કે રાજ્યમાં અલગ અલગ કારણોસર ખાલી પડેલી નગરપાલિકા અને તાલુકા પંચાયતોની ચૂંટણીઓ યોજવાની થાય છે તો બીજી તરફ કોંગ્રેસ પક્ષમાંથી નવ જેટલા સભ્યોએ રાજીનામા ધરી દેતા તેની પણ પેટાચૂંટણીઓ યોજાશે એટલે કે ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણીમાં ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે બહુ લાંબો ગાળો થતો નથી જેને ધ્યાને લઇને ભાજપ હાઈકમાન્ડ દ્વારા હવે ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન અને રાજ્ય સરકારના મંત્રીમંડળમાં ફેરફાર કરો કરે તેવી ચર્ચા ચકડોળે ચઢી છે.
બીજી તરફ રાજ્યના આજે એસ અને આઇપીએસ અધિકારીઓની મોટા પાયે બદલીઓ ગમે તે ઘડીએ થઈ શકે તેમ છે. જોકે કોવિડ 19ની ચાલી રહેલી વૈશ્વિક મહામારી ઉપરાંત સમગ્ર દેશની સાથે ગુજરાતમાં પણ લોકડાઉન ચાલતું હતું, એટલું જ નહીં રાજ્ય સભાની ચૂંટણીઓ પણ આવી રહી હતી જેના કારણે રાજ્યના સનદી અધિકારીઓ અને આઇપીએસ અધિકારીઓની બદલીઓ કરવામાં આવી ન હતી ત્યારે હવે દિલ્હી હાઈ કમાન્ડે ગુજરાતના આઈપીએસ અને આઈપીએસની બદલી માટે ગુજરાત સરકાર પાસે માગેલી યાદીમાં થોડા ફેરફાર સાથે તેને મંજૂરીની મહોર મારી દીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે ત્યારે હવે લોકડાઉન પણ પૂરું થઈ ગયું છે અને રાજ્ય સભાની ચૂંટણીઓ પણ સંપન્ન થઈ ગઈ છે એટલું જ નહીં ગુજરાત હાઈકોર્ટના આદેશ મુજબ હવે રથયાત્રાઓ પણ નીકળવાની નથી અને એક જ સમયમાં જ રાજ્યના આઈપીએસ આઈપીએસ ની બદલીના ઓર્ડર ગમે તે ઘડીએ થવાની સંભાવનાઓ સેવાઈ રહી છે જોકે લાંબા સમયથી અટકી પડેલી ગુજરાતી કાર્યની બદલીઓના ઓર્ડરની અધિકારીઓ કાગડોળે રાહ જોઇ રહ્યા હોવાના અહેવાલ વહેતા થયા છે.