રાષ્ટ્રીય યુવા યોજના અંતર્ગત
દિવ ખાતે રાષ્ટ્રીય એકતા શિબિર
દેશભરમાંથી યુવા કાર્યકર્તાઓ ભાગ લેશે
ઇશ્વરિયા શુક્રવાર તા.૦૩-૧૧-૨૦૧૭
આગામી પખવાડીએ રાષ્ટ્રીય યુવા યોજના અંતર્ગત દિવ ખાતે રાષ્ટ્રીય એકતા શિબિર યોજાશે. આ શિબિરમાં દેશભરમાંથી યુવા કાર્યકર્તાઓ ભાગ લેશે.
વૈશ્વિક એકતાની ભાવના સાથે કાર્યકરતા ગાંધીવાદી વિચારક શ્રી સુબ્બારાવજીના નેતૃત્વમાં રાષ્ટ્રીય યુવા યોજના દ્વારા રાષ્ટ્ર અને વિશ્વમાં ભાઈચારા સાથે વૈચારિક સમભાવ માટે ભગીરથ કાર્ય થઇ રહ્યું છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ દિવ ખાતે આગામી પખવાડીએ બુધવાર તા.૧૫-૧૧-૨૦૧૭થી સોમવાર તા.૨૦-૧૧-૨૦૧૭ દરમિયાન રાષ્ટ્રીય એકતા શિબિર યોજાશે. રાષ્ટ્રીય યુવા યોજના અંતર્ગત આ શિબિરમાં દેશભરમાંથી યુવા કાર્યકર્તાઓ ભાગ લેશે. અહી સંસ્થાના સંસ્થાપક શ્રી સુબ્બારાવજીના નેતૃત્વ સાથે રાષ્ટ્રીય અને વૈશ્વિક સદભાવના સાથે વિવિધ પ્રવુત્તિઓ યોજાનાર છે, તેમ આ શિબિરના સંયોજક કાર્યકર્તા શ્રી ભરતભાઈ કામળિયાએ વિગત આપી છે.