લેણાં ભરેલ, લેણાં ભરી શકનાર કે લેણાં જ ન લીધેલ
તમામ ખેડૂતો માટે અને ખેતમજૂરોને
સહાયક રાશિ મળવી જોઈએ
વડાપ્રધાન શ્રી તથા મુખ્યમંત્રી શ્રીને પત્ર પાઠવી ઇશ્વરિયાના કાર્યકરે કરેલી રજૂઆત
ઈશ્વરિયા
ખેડૂતો માટે સંબંધિત લેણાં માફીના નિર્ણય લેવા પડે તેવી કપરી પરિસ્થિતિ ઉભી થઈ છે, તાજેતરમાં રાજકીય પ્રવાહો અને સમીકરણોમાં કદાચ ખેડૂતોના લેણાં માફ કરવાના નિર્ણય અને જાહેરાત સંદર્ભે દૂરંદેશી વિચારણા અતિ આવશ્યક છે. આ અંગે ઈશ્વરિયાના કાર્યકર દ્વારા વડાપ્રધાન શ્રી અને રાજ્યના મુખ્યમંત્રી શ્રીને પત્ર પાઠવી રજુઆત કરાઈ છે કે લેણાં ભરેલ, લેણાં ન ભરી શકનાર કે લેણાં જ ન લીધેલ તમામ ખેડૂતો માટે અને ખેતમજૂરોને સહાયક રાશિ મળવી જોઈએ.
કેન્દ્ર અને રાજ્ય સરકાર તથા રાજકીય પક્ષો ખેડૂતોના કલ્યાણ માટે નહીં પરંતુ ચૂંટણી જીતવા માટે આવી જાહેરાતો કે અમલીકરણ કરે તે ગેરવ્યાજબી અને રાષ્ટ્ર તથા રાજ્ય માટે આફતરૂપ લાગે છે તેમ જણાવી ઈશ્વરિયાના કાર્યકર અને પત્રકાર શ્રી મૂકેશકુમાર પંડિતે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તથા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને પત્ર પાઠવી ખેડૂતો માટે સંબંધિત લેણાંમાફીના નિર્ણય લેવા પડે તેવી કપરી પરિસ્થિતિ ઉભી થઈ છે, તો કેટલાક પાસાઓ ખાસ ધ્યાને લેવાવા જોઈએ, જેમાં (1) ખેડૂતો પોતાના લેણાં સમયસર ભરી આપે છે તે અન્યત્રથી વ્યક્તિગત લેણું કરી પોતાની મંડળી કે સંસ્થાને વફાદાર રહે છે, તેના બદલે જે રકમ પરત નથી ભરતા તેને ગેરવ્યાજબી રીતે લેણાં માફીનો લાભ અસંગત છે. (2) ખેતિવાડી - ખેડૂતો માટે આવી સ્થિતિમાં તમામ ખેડૂતોને પોતાની જમીનના પ્રમાણમાં પુરસ્કૃત લાભ આપવો જોઈએ. ખેડૂતોએ લેણાં ભરી દીધા છે કે નથી ભરી શક્યા તે તે તમામને અને લેણું કર્યું જ નથી તેવા ખેડૂતોને પણ પોતાની જમીનના ખાતા પ્રમાણે સરકારે સહાય રકમ આપવી જોઈએ. (3) ખેતિમાં દુષ્કાળ છે તેથી ખેતમજૂરોની પણ આવી સ્થિતિ છે, તો તમામ ખેતમજૂરોને પણ વ્યક્તિદીઠ સહાયક રકમ તે પણ અતિ જરૂરી છે, કારણ કે તેઓ પોતાની જમીન નથી પણ કપરી પરિસ્થિતિમા અન્યત્ર મજૂરી કરવા પણ મળી નથી.
આ પત્રમાં તેમ પણ જણાવાયું છે કે તાજેતરમાં રાજકીય પ્રવાહો અને સમીકરણોમાં કદાચ ખેડૂતોના લેણા માફ કરવાના પક્ષોના નિર્ણય અને જાહેરાત સંદર્ભે દૂરંદેશી વિચારણા અતિ આવશ્યક છે, ખેડૂતોના લેણા માફ કરવાના નિર્ણયમાં લેણા ભરેલ, લેણા ન ભરી શકનાર, કે લેણા જ ન લીધેલ તમામ ખેડૂતો માટે અને ખેતમજૂરોને સહાયક રીતે પુરસ્કૃત રાશિ ફાળવવામાં આવે, કારણ કે તમામને દુષ્કાળ ભોગવવો જ પડ્યો છે જેથી ન્યાયપૂર્ણ સહાય મળી ગણાશે.