લોકવિદ્યાલય માઈધાર વિજ્ઞાન સપ્તાહ
લોકવિદ્યાલય માઈધાર ખાતે વિજ્ઞાન સપ્તાહ 'વિજ્ઞાન સર્વત્ર પૂજયતે' દરમિયાન વિવિધ કાર્યક્રમો યોજાયા
એક સોથી વધુ ગામોના બાળકો રસિકોને મળ્યો લાભ
સોમવારે પૂર્વ સાંસદ શ્રી રાજેન્દ્રસિંહ રાણાની ઉપસ્થિતિમાં સમાપન
ઈશ્વરિયા રવિવાર તા.૨૭-૦૨-૨૦૨૨
ભાવનગર જિલ્લામાં 'વિજ્ઞાન સર્વત્ર પૂજયતે' વિજ્ઞાન સપ્તાહની ઉજવણીમાં વિવિધ કાર્યક્રમોનો લાભ આ પંથકના એક સોથી વધુ ગામોના બાળકો અને વિજ્ઞાન રસિકોને મળ્યો છે. આ સપ્તાહનું સોમવારે સમાપન થશે, જે પ્રસંગે પૂર્વ સાંસદ શ્રી રાજેન્દ્રસિંહ રાણાની ઉપસ્થિતિ રહેશે.
લોકભારતી સણોસરાના લોકવૈજ્ઞાનિક શ્રી અરુણભાઈ દવેના નેતૃત્વ માર્ગદર્શન સાથે ભાવનગર જિલ્લામાં યોજાયેલ 'વિજ્ઞાન સર્વત્ર પૂજયતે' વિજ્ઞાન સપ્તાહનો માઈધાર ખાતે પંડિત સુખલાલજી લોજવિદ્યાલયમાં લાભ મળ્યો છે.
આ વિજ્ઞાન સપ્તાહના સંકલનમાં રહેલ શ્રી પાર્થેશ પંડ્યાના જણાવ્યા મુજબ આજુબાજુના ૭ ગામોમાં વિદ્યાર્થીઓ તેમજ રસિકો માટે આકાશ દર્શન કાર્યક્રમ રાખવામાં આવેલ. આ સાથે અહીંયા વિવિધ પ્રદર્શન, નિદર્શન વગેરે કાર્યક્રમોનો લાભ મળ્યો છે, જેમાં શ્રી ભાવનાબેન પાઠકનું મુખ્ય માર્ગદર્શન રહ્યું છે. સંસ્થાના શ્રી પાતુભાઈ આહીર, શ્રી નિર્મલભાઈ પરમાર, શ્રી ઘનશ્યામભાઈ ગોહિલ સાથે શ્રી વિપુલભાઈ ડાંગર આયોજનમાં રહ્યા છે.
સોમવાર તા.૨૮ના બપોર બાદ આ વિજ્ઞાન સપ્તાહના સમાપનમાં પૂર્વ સાંસદ શ્રી રાજેન્દ્રસિંહ રાણાની ઉપસ્થિતિ રહેશે. અહીંયા ભાવનગર જિલ્લા અને તાલીમ ભવન અને શિક્ષણ સાથેના અધિકારીઓ જોડાશે.
લોકવિદ્યાલયના આ વિજ્ઞાન સપ્તાહમાં લોકભારતી અધ્યાપન મંદિરના વિદ્યાર્થીઓએ આ પંથકના એક સોથી વધુ ગામોના બાળકોને વિજ્ઞાન જાગૃતિ અને અંધશ્રદ્ધા નિવારણ હેતુ વિવિધ પ્રયોગો દ્વારા સમજ આપી છે. આ સંસ્થા સાથે જોડાયેલા શ્રી યુવરાજ સોલંકી, શ્રી અક્ષય ડાંગર, શ્રી સાગર બોરિચા, શ્રી રાહુલ ગોહિલ તથા શ્રી એભલભાઈ ભાલિયા જહેમતમાં રહ્યા છે.