પાણી ભરાતા બંધ

અતિ ભારે વરસાદના કારણે પાણી ભરાતા નાવડા પમ્પીગ સ્ટેશન બંધ : યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવેલી કામગીરી

ભાવનગર, અમરેલી, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ અને પોરબંદર જિલ્લાના કુલ ૩૮ શહેરો અને આશરે ૪,૦૦૦ ગામોને અપાતા પાણીમાંવિક્ષેપ

બોટાદ

            ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડના મેનેજરશ્રી અલ્પેશ વરૂની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ હસ્તકના નાવડા પમ્પીંગ સ્ટેશનમાંવરસાદના પુરના પાણી ભરાવાના કારણે થયેલ નુકશાની થયેલ છે.

            ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ હસ્તકના નાવડા પમ્પીંગ સ્ટેશનથી ‘બી’ તથા ‘ડી’ નેટવર્ક દ્વારા ભાવનગર, અમરેલી, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ અને પોરબંદર જિલ્લાના કુલ ૩૮ શહેરો અને આશરે ૪,૦૦૦ ગામોને પાણી પુરવઠો આપવામાંઆવે છે. જેમાં તા. ૯ મી ઓગસ્ટના રોજ બરવાળા તથા તેની આસપાસના વિસ્તારોમાંપડેલા અતિ ભારે વરસાદના કારણે નાવડા નજીક આવેલ નદીમાં આવેલ પુરના કારણે નાવડા પમ્પીગ સ્ટેશનમાં પાણીનો ભરાવો થયો હતો. જેના કારણે નાવડા ખાતેના ‘બી’ તથા ‘ડી’ નેટવર્ક બલ્ક પાઈપલાઈન માટેના કુલ ૬ પમ્પીંગ સ્ટેશનો અને તેની સંલગ્ન પમ્પીંગ મશીનરીઓ તથા પેનલ બોર્ડ ડુબાણમાં ગયેલ છે. જેને કારણે નાવડા પમ્પીંગ સ્ટેશન સદંતર બંધ થઈ ગયેલ છે. જેથી નાવડા પમ્પીંગ સ્ટેશનથી બી તથા ડી નેટવર્ક હેઠળ સમાવિષ્ટ ભાવનગર, અમરેલી, બોટાદ, જુનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ અને પોરબંદર જિલ્લાના કુલ ૩૮ શહેરો અને આશરે ૪,૦૦૦ ગામોને અપાતા પાણીમાં વિક્ષેપ થયેલ છે. જેને ધ્યાને લઈ ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રકચર લીમીટેડ દ્વારા નાવડા પમ્પીંગ સ્ટેશનને પુન: કાર્યાન્વીત કરવા માટે યુધ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે. જે કામગીરી પૂર્ણ થયેથી પાણી પુરવઠો પૂન: કાર્યાન્વીત કરવામાં આવશે.

            અત્રે ઉલ્લેખનિય છે કે, બોટાદ જિલ્લા કલેકટરશ્રી આશીષ કુમાર દ્વારા બોટાદ જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના લોકોને જ્યાં સુધી નાવડા પમ્પીંગ સ્ટેશન કાર્યાન્વીત નહી થાય ત્યાં સુધી સબંધિત ગ્રામ પંચાયતો અને નગરપાલિકા દ્વારા સ્થાનીક સોર્સમાંથી પાણી પુરૂ પડવા જરૂરી સૂચના આપવામાં આવી છે.