ગુજરાતના નવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત
શ્રી કોહલીનો કાર્યકાળ પૂર્ણ
ગાંધીનગર
ગુજરાતના રાજ્યપાલ શ્રી ઓમપ્રકાશ કોહલીનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે ત્યારે ગુજરાતના રાજ્યપાલ તરીકે હવે શ્રી આચાર્ય દેવવ્રત આવી રહ્યા છે.
શ્રી આચાર્ય દેવવ્રત 2015થી તેઓ હિમાચલ પ્રદેશના રાજ્યપાલ રહ્યા છે. આ સિવાય તેઓ હિમાચલ પ્રદેશના રાજ્ય પ્રતિનિધિ પણ રહી ચૂક્યા છે. નવા રાજ્યપાલ શ્રી દેવવ્રત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે સંકળાયેલા છે.
શ્રી દેવવ્રત ચાર ભાઈઓમાં સૌથી નાના હતા. બાળપણમાં તેમનું નામ સુભાષ હતું. શરૂઆતથી જ તેઓ સ્વામી દયાનંદ સરસ્વતીના સિદ્ધાંતો પર ચાલતા હતા. અને આર્યસમાજથી તેઓ પ્રભાવિત હતા. 1981માં ગુરૂકુળ ક્ષેત્રના આચાર્ય દેવવ્રત બની ગયા. એ સમયે પાંચથી 10 વિદ્યાર્થીઓ ગુરૂકુળમાં હતા. આજે તેની સંંખ્યા ઉત્તરોતર વધતા 15થી 20 હજાર થઈ ચૂકી છે. જેની પાછળ શ્રી આચાર્ય દેવવ્રતની મહેનત રહેલી છે.
રાજ્યપાલ શ્રી ઓમપ્રકાશ કોહલી રાજધાની દિલ્હી ભાજપના સક્રિય સભ્ય અને દિલ્હી ભાજપના પ્રમુખ
તરીકે 1999-2000માં હતા. 1994 થી 2000 સુધી રાજ્યસભાના સભ્ય હતા. દિલ્હી વિશ્વવિદ્યાલય શિક્ષક સંઘ અને અખીલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રમુખ પણ રહી ચૂક્યા છે. તેઓએ દિલ્હી વિશ્વ વિદ્યાલયમાંથી હિન્દી ભાષામાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરેલી અને પછી 37 વર્ષ સુધી હંસરાજ કોલેજ અને દેશબંધુ કોલેજ ખાતે વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપેલી છે. હિન્દી ભાષામાં ત્રણ પુસ્તકો લખ્યાં છે.
શ્રી કોહલીનો ગુજરાતના રાજ્યપાલ તરીકેનો કાર્યભાર પૂરો થતાં હિમાચલ પ્રદેશના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની બદલી કરી ગુજરાતના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. નવા રાજ્યપાલ સંઘ સાથે સક્રિય રહેલ હોય ગુજરાતના ભારતીય જનતા પક્ષ પણ ખુશ છે.