ટીંબી ખાતે માનવસેવા મહાયજ્ઞ

આરોગ્ય માટે થતું દાન શ્રેષ્ઠ : સ્વામી શ્રી નિર્દોષાનંદજી

ટીંબી ખાતે યોજાયેલ દ્વિસહસ્ત્રદિન માનવસેવા મહાયજ્ઞ

ટીંબી,શુક્રવાર

 સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા સંસ્થા ટીંબી ખાતે યોજાયેલ દ્વિસહસ્ત્રદિન માનવસેવા મહાયજ્ઞ પ્રસંગે સ્વામી શ્રી .નિર્દોષાનંદજી એ કહ્યું કે, આરોગ્ય માટે થતું દાન શ્રેષ્ઠ છે.

    દર્દીનારાયણની તદ્દન વિનામૂલ્યે આરોગ્ય સારવાર કરતી સંસ્થા સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવસેવા સંસ્થા ટીંબી ખાતે સ્વામી શ્રી નિર્દોષાનંદજી ગૌશાળાનું ઉદઘાટન ,ગુરુકૃપા અન્નક્ષેત્રનું ભૂમિપૂજન તથા તબીબ નિવાસ સ્થાનનું ઉદઘાટન દાતાઓ અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં સંપન્ન થયું .

 સંસ્થાના સેવા કાર્યોના ૨૦૦૦ દિવસો પ્રસંગે યોજાયેલ દ્વિસહસ્ત્રદિન માનવ સેવા મહાયજ્ઞ પ્રસંગે સંસ્થા સ્વામી શ્રી નિર્દોષાનંદજીએ કહ્યું કે, દાન થાય તે લક્ષ્મી, બાકી તો આસુરી સંપતિ છે. આરોગ્ય માટે થતું દાન શ્રેષ્ઠ છે. શાસ્ત્રોમાં પણ આરોગ્યનું મહાત્મ્ય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ  માટે આરોગ્ય આવશ્યક ગણાવાયું છે. સ્વામી શ્રીએ સંસ્થાના સંચાલકોનો સદભાવ કાયમ જળવાય રહે તે પર પણ ભાર મૂક્યો.

 સ્વામી શ્રીનિર્દોષાનંદજી સરસ્વતિના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આં સમારોહમાં ઉદ્યોગપતિ દાતાઓના યુવાન સંતાનોના હસ્તે દીપપ્રાગટ્ય કરાયું હતું.અહી સંસ્થાના દાતાઓનું સન્માન અભિવાદન કરાયું હતું.

   સમારોહના પ્રમુખ સ્થાને શ્રી પરેશભાઈ દેવાણી રહ્યા હતા. અહી સંસ્થાના તબીબો શ્રી નટુભાઈ રાજપરા ,શ્રી લખાણી તથા શ્રી જયેશભાઈ પટેલ સહિત તબીબોનું વિશેષ સન્માન કરાયું હતું. આ સાથે રક્તદાન શિબિર યોજાઈ હતી.

    કાર્યક્રમ પ્રસંગે શ્રી બાબુભાઈ રાજપરાએ સ્વાગત ઉદબોધન સાથે ૨૦૦૫માં સ્વામીજી એ આરોગ્યલક્ષી બીજ વાવેલું તે વટવૃક્ષ થયું છે તેનો હરખ વ્યક્ત કર્યો.

     સંસ્થા ના મંત્રી શ્રી જગદીશભાઈ ભિંગરાડિયાએ અહેવાલ સાથે આયોજનની ટૂંકી વિગતો આપી હતી.

     શ્રી જીતુભાઈ મકવાણા તથા શ્રી હરેશભાઈમાણિયાના સંચાલન સાથે અગ્રણીઓ શ્રી કેશુભાઈ ગોટી, શ્રી દિયાળભાઈ વાઘાણી,શ્રી જીવરાજભાઈ સુરાણી, શ્રી ખીમજીભાઈ દેવાણી ,શ્રી નટુભાઈ રાજપરા ,શ્રી લાખાણી,શ્રી જેરામભાઈ વાંસજાળિયા, શ્રી ગગજીભાઇસુતરિયાએ પ્રાસંગિક વાતો કરી હતી. આ સંસ્થા  માટે સખાવતો જાહેર થઇ હતી. અહિ શ્રી જેરામભાઈ રાજેશભાઈ મણોદરા, શ્રી રાજુભાઈ વાઘાણી તથા શ્રી દિયાળભાઈ વાઘાણી વગેરેનું સન્માન થયું.આભારવિધી શ્રી પરેશભાઈ ડોડિયાએ કરી હતી.